કેરળના કોચીમાં કાર નદીમાં ખાબકી ,બે ડોક્ટરના મોત

0
80
80-PACKAGE-તુલસીના બીજને આખી રાત પાણીમાં પલાળી સવારે પીવો-અબરાર-સુષ્મા બેન
80-PACKAGE-તુલસીના બીજને આખી રાત પાણીમાં પલાળી સવારે પીવો-અબરાર-સુષ્મા બેન

કેરળના કોચીમાં દુર્ઘટના

કાર નદીમાં ખાબકી

અકસ્માતમાં બે ડોક્ટરના મોત

કેરળના કોચીમાં દુર્ઘટના સર્જાઈ હતી. કેરળના કોચીમાં કાર નદીમાં પડી જતાં બે યુવાન ડોક્ટરોના મોત થયા છે. આ અકસ્માતમાં અન્ય ત્રણ લોકો ઘાયલ થયા હતા, જેમની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. કાર ચાલક ગૂગલ મેપની મદદથી ગાડી ચલાવી રહ્યો હતો. એવું માનવામાં આવે છે કે ભારે વરસાદ અને ઓછી વિઝિબિલિટીના કારણે આ અકસ્માત થયો હતો.

અકસ્માતમાં બે યુવાન તબીબોના મોત થયા હતા

સમાચાર અનુસાર, આ ઘટના રવિવારે સવારે 12.30 વાગ્યે બની હતી. પાંચ લોકો કારમાં મુસાફરી કરી રહ્યા હતા જ્યારે તેમની કાર ગોથુરુથ વિસ્તારમાં પેરિયાર નદીમાં પડી હતી. આ અકસ્માતમાં યુવાન ડોક્ટરો અદ્વૈત (29 વર્ષ) અને અજમલ (29 વર્ષ)નું મૃત્યુ થયું હતું. આ અકસ્માતમાં કારમાં સવાર અન્ય ત્રણ લોકો ઘાયલ થયા હતા, જેમની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. ત્રણેય ઘાયલોની હાલત સ્થિર છે.

ડ્રાઈવર ગૂગલ મેપ પરથી ગાડી ચલાવી રહ્યો હતો

પોલીસે જણાવ્યું કે કારનો ડ્રાઈવર ગૂગલ મેપની મદદથી કાર ચલાવી રહ્યો હતો પરંતુ ભારે વરસાદ અને ઓછી વિઝિબિલિટીના કારણે ડ્રાઈવર નદી જોઈ શક્યો નહીં અને કાર અસંતુલિત થઈને નદીમાં પડી ગઈ. ઘટનાની જાણકારી મળતા જ સ્થાનિક લોકો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને મદદ કરી હતી. આ પછી પોલીસ અને ફાયર વિભાગના જવાનો પણ ઘટનાસ્થળે પહોંચ્યા અને ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કર્યા.પોલીસે  આ અંગે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.ત્યારે બીજી તરફ યાવાન  ડોક્ટરોના મોતના કારણે તેમના પરિવારજનોમાં પણ શોકની લાગળી છવાઈ છે.