બિહાર જાતિગત વસતી ગણતરીનો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો

0
87
PFIને સુપ્રીમ કોર્ટમાંથી ઝટકો
PFIને સુપ્રીમ કોર્ટમાંથી ઝટકો

બિહાર જાતિગત વસતી ગણતરીનો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો

6 ઓક્ટોબરે થશે સુનાવણી

અમે આ મામલે હાલ કંઈ કહી શકીએ નહીં : સુપ્રીમ   

બિહાર જાતિગત વસતી ગણતરીનો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. નીતીશ કુમારની આગેવાની હેઠળની બિહાર સરકારે ભલે જાતિ ગણતરીનો રિપોર્ટ જાહેર કર્યો હોય, પરંતુ 6 ઓક્ટોબરે તેનું ગ્રહણ લાગી શકે છે. સુપ્રીમ કોર્ટમાં 3જી ઓક્ટોબરે જાતિ આધારીત વસ્તી ગણતરી અંગે સુનાવણી થવાની હતી. જે 6 ઓક્ટોબર સુધી મુલતવી રાખવામાં આવી છે.બિહારમાં સરકાર દ્વારા જાતિગત વસતી ગણતરીના આંકડા જાહેર કરવાનો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો જેમાં એક અરજદારે કોર્ટમાં આ મુદ્દાને ઉઠાવ્યો હતો. સુપ્રીમ કોર્ટ આના પર આગામી 6 તારીખે સુનાવણી હાથ ધરશે. કોર્ટે કહ્યું કે અમે આ મામલે હાલ કંઈ કહી શકીએ નહીં.

કોર્ટે રાજ્ય સરકારની અરજી સ્વીકારી હતી

બિહાર સરકારે કોર્ટને કહ્યું હતું કે તેના વકીલો કેટલાક કામમાં વ્યસ્ત છે, તેથી દલીલો માટે આગામી તારીખ જરૂરી છે. રાજ્ય સરકારની આ વિનંતી કોર્ટે સ્વીકારી હતી. આ પછી, સુનાવણી 3 ઓક્ટોબર સુધી સ્થગિત કરવામાં આવી હતી.

નોંધનીય છે કે આ પહેલા પટના હાઈકોર્ટમાં જાતિ ગણતરીના આંકડા જાહેર કરવા પર પ્રતિબંધ લગાવવા અરજી દાખલ કરવામાં આવી હતી, પરંતુ કોર્ટે આ મામલે બિહાર સરકારની તરફેણમાં ચુકાદો આપ્યો હતો.આ પછી રાજ્ય સરકારે ફરીથી મતગણતરીનું કામ શરૂ કર્યું. કોર્ટે રાજ્ય સરકારના આ પગલાને કાયદાકીય રીતે માન્ય ગણાવ્યું હતું.

વધુ સમાચાર માટે જોતા રહો વી.આર.લાઇવ

સતત સમાચાર માટે જોતા રહો અમારી વેબ સાઈટ