INDIA માં પ્રથમ ગ્રાસે મક્ષિકા: અખિલેશ યાદવે ચૂંટણીમાં એક પણ સીટ ન ફાળવતા કોંગ્રેસ પર ફટકાર લગાવી

2
100
akhilesh yadav
akhilesh yadav

Assembly Elections : મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે સપાને એક પણ સીટ ન ફાળવતા નારાજ સમાજવાદી પાર્ટી (SP)ના પ્રમુખ અખિલેશ યાદવ (Akhilesh Yadav) સંકેત આપ્યો કે, ઉત્તરપ્રદેશમાં વિધાનસભા ચુંટણી (Assembly Elections)માં કોંગ્રેસ સાથે આવો જ સમાન વ્યહવાર કરવામાં આવી શકે છે. સપા પ્રમુખે તીક્ષ્ણ સ્વરમાં કહ્યું કે,  કોંગ્રેસ નેતૃત્વએ તેના ‘નાના નેતાઓ’ને તેમની પાર્ટી વિશે ટિપ્પણી કરવાની મંજૂરી આપવી જોઈએ નહીં. તેમની ટિપ્પણીના કારણે વિપક્ષી ગઠબંધન ‘INDIA’ માં તિરાડ દેખાવા લાગી છે.

સપાના વડાએ કહ્યું કે, જો તેઓ જાણતા હોત કે ‘ભારત’ ગઠબંધન’ (INDIA) માત્ર રાષ્ટ્રીય સ્તર માટે છે, તો તેમની પાર્ટીના નેતાઓએ મધ્ય પ્રદેશની બેઠકમાં હાજરી આપવા માટે કોંગ્રેસનો ફોન ઉપાડ્યો ન હોત. તેમણે સીતાપુરમાં કટાક્ષ કરતા કહ્યું, “હું ભ્રમમાં આવી ગયો હતો”

અખિલેશ યાદવે કહ્યું કે જો આ ગઠબંધન માત્ર સંસદીય ચૂંટણી (Parliamentary Elections) માટે હોય તો તેમની પાર્ટી તેને સ્વીકારે છે, પરંતુ તેમણે સંકેત આપ્યો હતો કે 2024ની લોકસભાની ચૂંટણી (Assembly Elections) માં બેઠકોની વહેંચણી પર ચર્ચા થશે ત્યારે ઉત્તરપ્રદેશમાં કોંગ્રેસ માટે મુશ્કેલી ઊભી થઈ શકે છે.

3 34

અખિલેશ યાદવે કહ્યું, જો ઉત્તરપ્રદેશમાં ગઠબંધન માત્ર કેન્દ્ર પૂરતું સીમિત છે, તો તે સમયે તેની ચર્ચા કરવામાં આવશે. જે રીતે સમાજવાદી પાર્ટી સાથે વ્યવહાર કરવામાં આવ્યો, તે જ વ્યવહાર તેઓ અહીં પણ જોશે.”

આગામી મધ્યપ્રદેશની ચૂંટણીને લઈને, અખિલેશે કહ્યું, “જો મને પહેલા દિવસે ખબર પડી હોત કે વિધાનસભા ચૂંટણી સ્તરે ગઠબંધન નહીં થાય, તો અમારી પાર્ટીના નેતાઓ મીટિંગમાં ગયા જ ના હોત. અમે તેમને યાદી આપી ન હોત (સપા મધ્યપ્રદેશમાં કઈ અને કેટલી બેઠકો પર ચૂંટણી લડવા માંગે છે) કે અમે કોંગ્રેસનો ફોન પણ ઉપાડ્યો ન હોત.”

સમાજવાદી પાર્ટીએ મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણી (Assembly Elections) માટે અત્યાર સુધીમાં કુલ 31 સીટો માટે પોતાના ઉમેદવારોની જાહેરાત કરી છે. જ્યારે સપા (SP)ને પૂછવામાં આવ્યું કે આવું શા માટે કર્યું તેના જવાબમાં અખિલેશ યાદવે કહ્યું, “જો રાજ્ય સ્તરે કોઈ ગઠબંધન નથી, તો અમે તેને સ્વીકારીએ છીએ અને અમારી પાર્ટીના ઉમેદવાર જાહેર કરીએ છીએ. આમાં અમે શું ખોટું કર્યું છે? “

સપાના વડાએ કહ્યું કે, કોંગ્રેસ નેતાઓ સાથેની બેઠક દરમિયાન સપાના નેતાઓએ તેમને મધ્યપ્રદેશમાં છેલ્લી ચૂંટણીમાં પાર્ટીના પ્રદર્શન સાથે સંબંધિત વિગતો સોંપવામાં આવી. કોંગ્રેસના નેતાઓએ આશ્વાસન આપતા કહ્યું હતું કે તે રાજ્યમાં સીટ વહેચણી એગ્રીમેન્ટ મુજબ  એસપી (SP) ને છ સીટો આપવાનું વિચારી રહ્યા છે પરંતુ તેઓએ એક પણ સીટ આપી નથી. દેશ, દુનિયા અને રાજનીતિના વધુ સમાચાર માટે – અહી કલિક કરો –

2 COMMENTS

Comments are closed.