મુખ્તાર અંસારીને ગેંગસ્ટર કેસમાં રાહત,અલ્હાબાદ હાઈકોર્ટે જામીન આપ્યા

0
72
મુખ્તાર અંસારીને ગેંગસ્ટર કેસમાં રાહત,અલ્હાબાદ હાઈકોર્ટે જામીન આપ્યા
મુખ્તાર અંસારીને ગેંગસ્ટર કેસમાં રાહત,અલ્હાબાદ હાઈકોર્ટે જામીન આપ્યા

મુખ્તાર અંસારીને ગેંગસ્ટર કેસમાં રાહત

 અલ્હાબાદ હાઈકોર્ટે જામીન આપ્યા

દંડ પર પણ રોક લગાવી

મુખ્તાર અંસારીને ગેંગસ્ટર કેસમાં અલ્હાબાદ હાઈકોર્ટે  રાહત આપતા જામીન મંજૂર કર્યા છે. હાઈકોર્ટે ટ્રાયલ કોર્ટે આપેલી 10 વર્ષની સજા પર જામીન મંજૂર કર્યા હતા. આ સાથે જ હાઈકોર્ટે સજાની સાથે 5 લાખ રુપિયાના દંડ પર પણ રોક લગાવી દીધી છે.આમ આ કેસમાં મુખ્તાર અંસારીને અલ્હાબાદ હાઈકોર્ટમાંથી મોટી રીહત મળી ગઈ છે. 

અલ્હાબાદ હાઈકોર્ટે ગેંગસ્ટર કેસમાં બાંદા જેલમાં બંધ પૂર્વાંચલના મજબૂત નેતા મુખ્તાર અંસારીને મોટી રાહત આપી છે. ગેંગસ્ટર કેસમાં મુખ્તાર અંસારીની જામીન અરજી સ્વીકારવાની સાથે જ હાઈકોર્ટે તેના પર લગાવવામાં આવેલા 5 લાખ રૂપિયાના દંડ પર પણ રોક લગાવી દીધી છે. જો કે કોર્ટે સજા પર રોક લગાવી નથી. સજા અંગેની સુનાવણી ચાલુ રહેશે. ચર્ચા પૂરી થયા બાદ હાઈકોર્ટે 20 સપ્ટેમ્બરે આ કેસમાં પોતાનો નિર્ણય અનામત રાખ્યો હતો. સોમવારે જસ્ટિસ રાજવીર સિંહS આ નિર્ણય સંભળાવ્યો હતો 

મુખ્તાર અંસારીએ ગાઝીપુરના સાંસદ-ધારાસભ્ય કોર્ટે ફટકારેલી 10 વર્ષની સજા સામે હાઈકોર્ટમાં અપીલ દાખલ કરી હતી. ગાઝીપુરની સાંસદ-ધારાસભ્ય વિશેષ અદાલતે 29 એપ્રિલે ગેંગસ્ટર કેસમાં મુખ્તારને સજા સંભળાવી હતી. હાઈકોર્ટમાં ડિટેન્શન સર્ટિફિકેટ દાખલ કરતી વખતે મુખ્તાર અંસારીના વકીલ ઉપેન્દ્ર ઉપાધ્યાયે કહ્યું હતું કે મુખ્તાર અંસારી 12 વર્ષ અને ચાર મહિનાથી જેલમાં છે.

વકીલની દલીલ એવી હતી કે મુખ્તાર ટ્રાયલ દરમિયાન તેની સજા કરતાં વધુ સમય જેલમાં વિતાવ્યો હતો. આ મામલે કોર્ટે બાંદા જેલ સુપ્રિટેન્ડેન્ટ પાસેથી રિપોર્ટ પણ માંગ્યો હતો. બાંદા જેલ સુપ્રિટેન્ડેન્ટ દ્વારા કોર્ટમાં રિપોર્ટ દાખલ કરવામાં આવ્યો હતો. સરકાર વતી એડિશનલ એડવોકેટ જનરલ મનીષ ગોયલે જામીન અરજીનો વિરોધ કર્યો હતો, પરંતુ કોર્ટે મુખ્તારના જામીન મંજૂર કર્યા હતા અને દંડ પર પણ પ્રતિબંધ મૂક્યો હતો.

વધુ સમાચાર માટે જોતા રહો વી.આર.લાઇવ

સતત સમાચાર માટે જોતા રહો અમારી વેબ સાઈટ