2014 પછી ધનિકોને ઘી-કેળા , 25 લાખ કરોડ માફ ! સામાન્ય નાગરિકો માટે કડક

1
88
2014 પછી ધનિકોને ઘી-કેળા , 25 લાખ કરોડ માફ ! સામાન્ય નાગરિકો માટે કડક
2014 પછી ધનિકોને ઘી-કેળા , 25 લાખ કરોડ માફ ! સામાન્ય નાગરિકો માટે કડક

દેશભરની બેન્કના હિસાબ ગુજરાતના જાગૃત નાગરિક સંજય ઇઝાવાએ રીઝર્વ બેંક ઓફ ઇન્ડિયા પાસેથી RTI હેઠળ માંગ્ય અને જાણવાનો પ્રયત્ન કર્યો કે કેટલી બેંક દ્વારા કોની લોન માફ કરવામાં આવી છે અને કોની સામે કડક વસુલી કરાઈ રહી છે ત્યારે જે હિસાબ સામે આવ્યો છે તે વાંચીને સામાન્ય નાગરિક ચોક્કસ વિચારશે કે શું આ દેશમાં ફક્ત ધનિકોની સરકાર છે કે શું ? કારણકે જે રકમની લોન ધનિકોને માફ કરવામાં આવી છે તે રકમ છે 25 લાખ કરોડ અને આ રકમ બેન્કોએ માફ કરી દીધી છે એટલેકે ધનિકોને ઘી-કેળા છે. RTI હેઠળ છેલ્લા નવ વર્ષ દરમિયાન વિવિધ બેન્કોએ કોને કેટલી લોન માફ કરી . RBI દ્વારા સત્તાવાર જણાવવામાં આવ્યું તે વાંચીને ભલભલા નાગરિકોની આંખો પહોળી થઇ જશે. NDA-સરકાર-1 અને 2 ના વર્ષ 2014 થી વર્ષ 2022 સુધીના હિસાબો RBI એ આપ્યા જેમાં ધનિકોની 25 લાખ કરોડ જેવી માતબર રકમ માફ કરી દેવાઈ છે જેની લોન બેંકો દ્વારા આપવામાં આવી હતી. રીઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા જે સર્રાવાર માહિતી આપવામાં આવી છે તે જોઈએ તો ઉદ્યોગપતિઓએ લીધેલી લોન પરત નહિ થતા બેન્કોએ તેમના ચોપડે એન.પી.એ દેખાડ્યા બાદ આખરે તેને રાઈટ ઓફ કરી દીધી છે. જેના પગલે આશંકા છે છેકે અગામી સમયમાં લોન આ ધનિકોની વધુ મોટી રકમ પણ માફ કરી દેવામાં આવશે. પરંતુ બીજી અગત્યની વાત એ છેકે રીઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા આ ધનિકોની યાદી આપવામાં આવી નથી કોની કેટલી રકમ માફ કરાઈ છે.

મળતી માહિતી પ્રમાણે લોનની રીકવરીની રકમ ઓછી છે અને વસુલાત માટે કાર્યવાહી પણ ઢીલી હોય તેવું લાગી રહ્યું છે કારણકે એક તરફ સમાંબ્ય નાગરિક જો તેના બેન્ક પાસેથી લીધેલી લોનના હપ્તા ચુકવવામાં મોડું કરે અથવા તારીખ પ્રમાણે જો ચૂકવી ન શકે તો તેની સામે કડક કાર્યવાહી કરતી બેન્કોએ પૂંજીપતિઓના લાખો કરોડો રૂપિયા માફ કરીને એ સાબિત કર્યું છે કે દેશમાં ધનિકોની સરકાર ચાલી રહી છે અને બેંક અને સરકારી તંત્ર અને ચૂંટાયેલા જન પ્રતિનિધિ બધાજ જાણે આ અમીરોની ઈચ્છા પ્રમાણે તેમના દ્વાર પર નાક રગળી રહ્યા છે. દેશની શેડ્યુલ બેંક દ્વારા વર્ષ 2014 થી 22-23 સુધીના 9 વર્ષના સમયગાળા દરમિયાન 25 લાખ કરોડ પૈકીના 2 લાખ 4 હજાર 673 કરોડ રૂપિયા રીકવર એટલેકે પરત આવ્યા છે. 25 લાખ કરોડ જેટલી રકમના 10 ટકા જેટલી રકમ જ વસુલ થઇ શકી છે. જે ભારતના અર્થતંત્રને ડામાડોળ કરી શકવા સમર્થ છે.

1 COMMENT

Comments are closed.