પશ્ચિમ બંગાળમાં ડેન્ગ્યુની સ્થિતિ ચિંતાજનક

0
168
પશ્ચિમ બંગાળમાં ડેન્ગ્યુની સ્થિતિ ચિંતાજનક
પશ્ચિમ બંગાળમાં ડેન્ગ્યુની સ્થિતિ ચિંતાજનક

પશ્ચિમ બંગાળમાં ડેન્ગ્યુની સ્થિતિ ચિંતાજનક

કોલકાતામાં ભાજપનો વિરોધ પ્રદર્શન

રાજ્યમાં ડેન્ગ્યુના વધતા કેસોને લઈને વિરોધ

TMC સામે નોંધાવ્યો વિરોધ

પશ્ચિમ બંગાળમાં ડેન્ગ્યુની સ્થિતિને “ચિંતાજનક” ગણાવતા વિપક્ષ ભારતીય જનતા પાર્ટી (BJP) એ આરોપ લગાવ્યો છે કે તેના માટે તૃણમૂલ કોંગ્રેસ (TMC) સરકાર જવાબદાર છે. કોલકાતામાં રાજ્યમાં ડેન્ગ્યુના વધતા કેસોને લઈને ભાજપે પશ્ચિમ બંગાળ સરકાર સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું જેમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો જોડાયા હતા. અને ભાજપ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.

રાજ્ય ભાજપના પ્રમુખ સુકાંત મજુમદારે કોલકાતા મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર અને ટીએમસીના વરિષ્ઠ નેતા ફિરહાદ હકીમને દોષી ઠેરવતા દાવો કર્યો કે તેઓ ડેન્ગ્યુ ફેલાતા રોકવામાં નિષ્ફળ ગયા છે. જોકે ટીએમસીએ આ અંગે વળતો પ્રહાર કર્યો હતો. અને આને ભાજપનો નાટક ગણાવ્યું હતું. સાથે ભાજપ  પર રાજનીતિ” કરવાનો આરોપ લગાવ્યો હતો.

મજમુદારે અન્ય પાર્ટી કાર્યકર્તાઓ સાથે ઉત્તર કોલકાતાના કાંકુરગાચી વિસ્તારમાં સ્વચ્છતા અભિયાનમાં ભાગ લીધો હતો. આ દરમિયાન તેમણે આરોપ લગાવ્યો કે મેયરને આ રોગને કાબૂમાં લેવામાં નિષ્ફળતા માટે ‘ડેન્ગ્યુ હકીમ’ ઉપનામ મળ્યું છે.

તેમણે આરોપ લગાવ્યો કે “તેની નિષ્ફળતા છુપાવવા માટે” રાજ્ય સરકાર આ રોગથી મૃત્યુ પામેલા લોકોની વાસ્તવિક સંખ્યાને દબાવી રહી છે.”અમારી માહિતી મુજબ, આ રોગને કારણે અત્યાર સુધીમાં આઠથી નવ મૃત્યુ થયા છે, પરંતુ સરકાર આ આંકડો છુપાવી રહી છે,” તેમણે વધુમાં કહ્યું કે

અધિકારીઓના જણાવ્યા અનુસાર કોલકાતામાં ડેન્ગ્યુના અનેક કેસ નોંધાયા છે અને તેનાથી પીડિત બે દર્દીઓના મોત થયા છે.મજુમદારના આરોપોનો જવાબ આપતા હકીમે દાવો કર્યો હતો કે બીજેપીના નેતાઓ બીમારી પર રાજનીતિ કરવામાં વ્યસ્ત છે.

વાંચો સુપ્રીમ કોર્ટમાં મણિપુર હિંસા મામલે થઈ સુનાવણી