Hatkeshwar Bridge reconstruction news : ખાડાઓને કારણે તેની હાલત એટલી બદતર થઈ ગઈ છે કે બે વર્ષથી તે બંધ છે. હવે ફરી તેના કરોડો રૂપિયાનો ખર્ચ થશે. આ અંગે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિરોધ પક્ષના નેતાએ તેને એન્જિનિયરિંગની નિષ્ફળતા અને ભ્રષ્ટાચારનું મોટું ઉદાહરણ ગણાવ્યું હતું.
ગુજરાતના અમદાવાદમાં આવેલ હાટકેશ્વર બ્રિજ તેની ખરાબ હાલતને કારણે માત્ર સાત વર્ષ બાદ ફરીથી બનાવવામાં આવશે. આ બ્રિજ 2017માં 42 કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવ્યો હતો. પરંતુ ખાડાઓને કારણે બંધ કરવો પાડ્યો. હવે તેને 52 કરોડના ખર્ચે ફરીથી બનાવવામાં આવશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) એ પુલના પુનઃનિર્માણ માટે ચોથું ટેન્ડર બહાર પાડ્યું છે. એવું કહેવામાં આવ્યું હતું કે આ બાંધકામ પર ખર્ચવામાં આવેલી સંપૂર્ણ રકમ તે જ કંપની પાસેથી વસૂલવામાં આવશે જેણે તેને 2017 માં તેને બનાવ્યો હતો.
અમદાવાદમાં હાટકેશ્વર પુલે (Hatkeshwar Bridge) વિવાદનો મધપૂડો છંછેડયો છે. ભ્રષ્ટ સત્તાધીશો અને અધિકારીઓની મિલીભગતનો ભોગ સમય પ્રજા બની રહી છે. એટલુ જ નહીં, સોશિયલ મીડિયામાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે એક્સ-વોર જામ્યો છે.
આક્ષેપબાજી થામાંવાનું નામ નથી લઇ રહ્યું ત્યારે ખુદ ગૃહમંત્રીએ ટિ્વટ કરીને બળતામાં ઘી હોમ્યુ છે.
ગૃહ રાજ્યમંત્રીનું એનાલિસીસ
કોંગ્રેસના આક્ષેપો અને મીડિયા અહેવાલો બાદ ગુજરાતના ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી મેદાનમાં ઉતરી આવ્યા અને હકીકતોની સ્પષ્ટ કરી. તેમણે કહ્યું કે કોંગ્રેસનો દાવો ભ્રામક અને પોકળ છે. સંઘવીએ સ્પષ્ટતા કરી હતી કે રૂ. 52 કરોડ માત્ર પુલને તોડી પાડવાનો ખર્ચ નથી પણ તેના પુનઃનિર્માણનો કુલ ખર્ચ પણ છે.
હર્ષ સંઘવીએ જણાવ્યું કે, આ ખર્ચ જૂના બ્રિજ બનાવનાર કોન્ટ્રાક્ટર પાસેથી વસૂલવામાં આવશે. હર્ષ સંઘવીએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા. તેમણે વધુમાં કહ્યું, “હકીકત એ છે કે જૂના પુલને તોડીને નવો પુલ બનાવવાનો કુલ ખર્ચ 52 કરોડ છે.”
ત્યારે કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે ભાજપ લાજવાને બદલે ગાજે છે. કોંગ્રેસે આરોપ લગાવ્યો છે કે લાખો રૂપિયા ટેક્સ ચૂકવતા અમદાવાદના નાગરિકોને લાંબો સમય હાલાકી ભોગવ્યા બાદ પણ સુવિધા મળતી નથી.
Hatkeshwar Bridge: બનાવવામાં 42 કરોડ અને તોડવામાં 52 કરોડ ખર્ચ
અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા રૂ. 40 કરોડના ખર્ચે ગુણવત્તાને કોરાણે મૂકી હાટકેશ્વર પુલ બનાવ્યો હતો પણ આ મામલે આખુય કૌભાંડ ઉજાગર થતાં નેતા-અધિકારીઓની ખાયકીની પોલ ઉઘાડી પડી. શહેરીજનોએ પણ હાટકેશ્વર પુલ તોડી પાડવાની માંગ માટે લડત લડી હતી. લાંબી લડતના અંતે મ્યુનિ,કોર્પોરેશને આ પુલ તોડવા નિર્ણય લીધો.
હવે એવુ નક્કી કરાયુ છે કે, રૂ. 8 કરોડના ખર્ચે હાટકેશ્વર પુલ (Hatkeshwar Bridge) તોડી પાડવામાં આવશે જ્યારે રૂ.44 કરોડના ખર્ચે કરાશે. આમ, પુલના નિર્માણને લઇને વઘુ રૂ.12 કરોડનો ખર્ચ થાય તેમ છે.
ત્યારે અમદાવાદ કોંગ્રેસના શહેર પ્રમુખ હિંમતસિંહ પટેલે પણ આ અંગે ચિંતા વ્યક્ત કરી છે. હિંમત સિંહે ભાજપ પર કાર્યવાહી ટાળવાનો, કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓ સામે તપાસ ન કરવાનો અને ED, CBI જેવી એજન્સીઓનો પસંદગીપૂર્વક ઉપયોગ કરવાનો આરોપ લગાવ્યો.
લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો
યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો
ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો
રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો