દિલ્હીવાસીઓને મળશે મહોલ્લા બસની સુવિધા

0
145
દિલ્હીવાસીઓને મળશે મહોલ્લા બસની સુવિધા
દિલ્હીવાસીઓને મળશે મહોલ્લા બસની સુવિધા

દિલ્હીવાસીઓને ડિસેમ્બરમાં મહોલ્લા બસ યોજનાનો લાભ મળશે. દિલ્હીના રસ્તાઓ પર લગભગ 200 જેટલી બસ દિલ્હીવાસીઓને મુસાફરીની આરામ દાયક સુવિધા આપવા શહેરના રસ્તાઓ મહોલ્લા બસ દોડવા લાગશે. મળતી માહિતી પ્રમાણે દિલ્હીવાસીઓ પ્રથમ તબક્કામાં 200 બસનો કાફલો શહેરના માર્ગો પર ઉતરશે. લગભગ નવ મીટર લાંબી મહોલ્લા બસ દિલ્હીના ભીડભાડ વાળા વિસ્તારો અને સાંકડા રસ્તાઓ પર દોડતી જોવા મળશે. અને દિલ્હીના નાગરિકોને તેમના સ્ટોપ પર પહોંચાડશે . અધિકારીઓનું કહેવું છે કે આ યોજના હેઠળ બસ માટે 2,080 લો ફલો એસી ઇલેક્ટ્રિક બસ આવશે. તેમાંથી 1,040 જેટલી બસના ટેન્ડર પણ ફાળવવામાં આવ્યા છે. આ પહેલા ઇલેક્ટ્રિક બસ ઉત્પાદન કરતી કંપનીઓ સાથે એક મિટિંગ યોજવામાં આવી હતી. ડિસેમ્બર 2023માં મહોલ્લા બસની પ્રથમ બેચ દિલ્હીના માર્ગો પર ઉતારવાનો નિર્ણય લેવાયો છે જે અંતર્ગત કંપનીઓ સાથે સંમતી પણ સધાઈ હતી. બસનો રંગ વાદળી અને લીલો રહેશે. તંત્રે બસના રૂટ , ઓપરેશન ફીચર્સ નક્કી કરવા માટે પરિવહન મંત્રી દ્વારા ટેકનીકલ કમિટીની રચના કરવામાં આવી હતી. કમિટીએ નાગરિકોના ફીડબેકના આધારે રૂટનો સર્વે પૂરો કરવામાં આવ્યો છે. અ બસો માટે મોટા પાર્કિંગ અને ચાર્જીંગ ઇન્ફ્રા બનાવવમ આવી રહ્યું છે. મળતી માહિતી પ્રમાણે 27 મહોલ્લા બસ ડેપોમાં ચાર્જીંગ સુવિધા કરવામાં આવી છે.

main 6

આ બસ શહેરના એવા ગીચ વસ્તીવાળા અને સાંકડા રસ્તાઓ પર દોડશે જ્યાં 12 મીટર કે તેનાથી વધુ લાંબી બસ જઈ શકતી નથી. બસ મેટ્રો સ્ટેશન, હોસ્પિટલ, વિગેરે પરના મુસાફરોને દિલ્હીના તમામ મહોલ્લાઓમાં પહોંચવાની સુવિધા આપશે. તેમજ સામાન્ય ડીટીસી બસોની જેમ મહોલ્લા બસમાં પણ મહિલા મુસાફરો પાસેથી કોઈ જ ફી વસુલવામાં આવશે નહિ અને મહિલાઓને મફત મુસાફરીનો લાભ મળશે. અધિકારીઓના જણાવ્યા મુજબ રૂટ અંગે દિલ્હીના અલગ અલગ સ્થળો પર જાહેર સભા યોજીને નાગરિકો સાથે અભિપ્રાય રૂટ અંગે અને અન્ય સગવડ અંગે ચર્ચા કરવામાં આવી હતી. પરિવહન વિભાગનો પ્રયત્ન રહેશે કે વધુમાં વધુ નાગરિકો સુધી વધુ સુવિધા પહોંચાડવી એક અમારો સંકલ્પ છે.

બજેટમાં મહોલ્લા બસ યોજનાની જાહેરાત દિલ્હી સરકારે કરી હતી. . વર્ષ 2023- 2024ના બજેટમાં મહોલ્લા બસ શહેરની ગલીઓમાં દોડશે તે વચન પણ આપ્યું હતું તે પૂર્ણ થવા જઈ રહ્યું છે. દિલ્હી સરકાર માને છે કે આ બસ દોડાવવાથી પ્રદુષણમાં ઘટાડો થવાની આશા છે. અધિકારીએ જણાવ્યું કે પ્રથમ તબક્કામાં શરુ થયેલી 200 બસો વર્ષ 2025 સુધીમાં 2000 મહોલ્લા બસ સુધી પહોંચાડવાનું આયોજન કરવામાં આવ્યું છે.