TMC સાંસદ મહુઆ મોઇત્રા “મુસ્લિમો-OBCને ગાળો આપવી એ ભાજપની સંસ્કૃતિ”

0
197
Trinamool Congress MP Mahua Moitra
Trinamool Congress MP Mahua Moitra

TMC સાંસદ મહુઆ મોઇત્રા પોતાના બેબાક અંદાઝ માટે જાણીતા છે, સંસદમાં દક્ષિણ દિલ્હીના બીજેપી સાંસદ રમેશ બિધુરીનો બીએસપી સાંસદ દાનિશ અલી માટે અપમાનજનક શબ્દોનો ઉપયોગ કર્યો હતો, તેની પ્રતિક્રિયામાં મહુઆ મોઇત્રાએ બિધુરી સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે.

તૃણમૂલ કોંગ્રેસના સાંસદ મહુઆ મોઇત્રા ભારતીય જનતા પાર્ટી પર પોતાનો આક્રોશ ઠાલવતા કહ્યું કે તેમના સંસદ સભ્યએ બહુજન સમાજ પાર્ટીના સાથી મુસ્લિમ ધારાસભ્ય વિરુદ્ધ ગૃહના ફ્લોર પર સાંપ્રદાયિક અપશબ્દો બોલ્યા,  મોઇત્રાએ આરોપ લગાવ્યો કે ભાજપે એક ઇકોસિસ્ટમ બનાવી રહી છે “જ્યાં તેઓએ ખુલ્લેઆમ આવી વાતો કહેવાનું સામાન્ય બનાવવી દીધું છે”.

TMC સાંસદે વધુમાં કહ્યું કે તેણી શરમ અનુભવે છે કે લઘુમતી મુસ્લિમ સમુદાયને ગૃહના ફ્લોર પર આવા નફરતભર્યા ભાષણને આધિન થયું પડ્યું, પરંતુ ખુશ છે કે ભાજપના સાચો રંગ બધાની સામે ખુલ્લો પડ્યો છે”.

બીજેપી સાંસદ રમેશ બિધુરીનો બીએસપી સાંસદ દાનિશ અલી માટે અપમાનજનક શબ્દોનો ઉપયોગ કરતો વીડિયો સોશિયલ મીડિયા પર વ્યાપક રીતે પ્રસારિત થયા બાદ મોટો વિવાદ સર્જાયો હતો. દાનિશ અલીએ લોકસભાના સ્પીકર ઓમ બિરલાને પત્ર લખીને બિધુરી સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે અને જો તેમ નહિ થાય તો તેઓ સંસદના સભ્ય પદેથી રાજીનામું આપી દેશે.

પત્રમાં, દાનિશ અલીએ લખ્યું, ” બિધુરીએ મારી વિરુદ્ધ સૌથી વધુ ખરાબ, અપમાનજનક શબ્દોનો ઉપયોગ કર્યો છે જેની હું નિંદા કરું છું… તેણે મારી વિરુદ્ધ ‘ભડવા’,  ‘કટવા’ (સુન્નત કરાયેલ), ‘મુલ્લા ઉગ્રવાદી’ અને ‘મુલ્લા આતંકવાદી’  વગેરે જેવા અપમાનજનક શબ્દોમાંનો ઉપયોગ કર્યો તે સૌથી દુર્ભાગ્યપૂર્ણ છે અને હકીકત એ છે કે તમારા નેતૃત્વ હેઠળ સંસદની નવી ઇમારતમાં સ્પીકર તરીકે તમે બિરાજમાન છો ત્યારે આ બન્યું છે, આ મહાન રાષ્ટ્રના લઘુમતી સભ્ય અને સંસદના ચૂંટાયેલા સભ્ય તરીકે મારા માટે ખરેખર હૃદયદ્રાવક ઘટના છે. “

વિવાદ પર પ્રતિક્રિયા આપતા, TMC સાંસદ મહુઆ મોઇત્રા અગાઉ બિધુરીને એક ઉદાહરણ બનાવવાની માંગ કરી હતી,  તેમણે કહ્યું કે , “સમસ્યા બિધુરીની નથી. સમસ્યા એ છે કે ભાજપે એક એવી ઇકોસિસ્ટમ ઉભી કરી રહી છે જ્યાં ખુલ્લેઆમ આવી વાતો કહેવું સાવ સામાન્ય બની ગયું છે. લોકોએ ભાજપનો સાચો રંગ જોઈ લીધો છે.”

બીજેપી સાંસદ રમેશ બિધુરીના નિવેદન પર મહુઆ મોઇત્રાનો ગુસ્સો ફાટી નીકળ્યો છે. મહુઆ મોઇત્રાએ વધુમાં ઉમેર્યું કે “કલ્પના કરો કે તમે એક સાંસદ, વિશ્વની મહાન લોકશાહીમાં સર્વોચ્ચ ચૂંટાયેલા પ્રતિનિધિને તેમના ચહેરા પર શું કહી રહ્યા છો કે “મુલ્લે કો નિકાલ કો (આ મુસ્લિમને બહાર કાઢો)”

મહુઆ મોઇત્રાએ લોકસભા સ્પીકર ઓમ બિરલાને પણ પ્રશ્ન કર્યાં છે કે – 

https://twitter.com/MahuaMoitra/status/1600760974805389312?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1600760974805389312%7Ctwgr%5Ec0f4f03014386871f6263bf65826e8c8c6c17bfb%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.ndtv.com%2Findia-news%2Fpromised-him-trinamool-mp-tweets-after-speakers-no-tweet-caution-3589755

મોઇત્રાએ ટ્વીટર પર પહેલી ટ્વીટમાં બિધુરીના નિવેદનનો વીડિયો શેર કર્યો છે. જેમાં તેમણે બીએસપી સાંસદ દાનિશ અલી માટે અસંસદીય શબ્દો બોલ્યા છે. મહુઆ મોઇત્રાએ લખ્યું છે કે લોકસભામાં ગઈકાલે રાત્રે સાંસદ દાનિશ અલીને ભડવા (વચ્ચેલો), કટવા, મુલ્લા, આતંકવાદી (મુલ્લા ઉગ્રવાદી) કહ્યા હતા. આ ટ્વીટમાં તેણે ઓમ બિરલા, પીએમ મોદી અને બીજેપી અધ્યક્ષ ઓમ બિરલાને ટેગ કર્યા છે. પોતાના ત્રીજા ટ્વીટમાં ટીએમસી સાંસદે લોકસભા સ્પીકર ઓમ બિરલાને ‘મર્યાદાપુરુષ’ શબ્દથી સંબોધીને લખ્યું કે તમે મારી વિરુદ્ધ વિશેષાધિકાર પ્રસ્તાવ લાવવા માટે સ્વતંત્ર છો. મને કોઈપણ સમિતિનો સામનો કરવામાં આનંદ થશે, પરંતુ હું તમને અહીં અને અત્યારે પણ પશ્ન કરીશ કે તમે રમેશ બિધુરી સામે શું પગલાં લઈ રહ્યા છો?

રક્ષામંત્રી રાજનાથ સિંહે લોકસભામાં બીજેપી સાંસદ રમેશ બિધાડીના નિવેદન પર ખેદ વ્યક્ત કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે, ભારતીય જનતા પાર્ટી (BJP)ના સંસદસભ્ય રમેશ બિધુરીએ નવી સંસદના મહત્વપૂર્ણ સત્ર દરમિયાન બહુજન સમાજ પાર્ટી (BSP)ના સાથી લોકસભા સભ્ય દાનિશ અલીને ધાર્મિક અપશબ્દો કહ્યા હતા. ગુરુવારે ચંદ્રયાન -3 ની સફળતા પર ચર્ચા દરમિયાન થયેલા અપમાનજનક હુમલાનો વીડિયો શુક્રવારે વાયરલ થયો હતો. જેની પ્રતિક્રિયામાં અન્ય સંસદસભ્યોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે, અલી સહિત કેટલાક સાંસદોએ  – સંસદીય વિશેષાધિકારના ભંગ પર કાર્યવાહીની માંગ પણ કરી છે.

દેશ-દુનિયાના સમાચાર જાણવા માટે અહી ક્લિક કરો

એશિયા કપ 2023 મિમિક્રીથી લઈને વિવાદ સુધીની યાદગાર પળો

ગણેશ મહોત્સવ -લાલબાગચા રાજાના દરબારમાં જવાન 

બદામ ખાઈને સ્કીન અને વાળ બનાઓ સુંદર સાથે ઉતારશે તમારું વજન

એડ્સની રસી શોધવામાં પ્રથમ તબક્કાની ક્લિનિકલ ટ્રાયલ શરુ

રેલવે વિભાગે અકસ્માતમાં વળતરની રકમમાં વધારો કર્યો

સુપ્રીમ કોર્ટે તરફથી કર્ણાટક સરકારને મોટો ઝટકો