દિલ્હી: યાત્રીગણ ધ્યાન આપે , જાણો પ્લેટફોર્મ ટીકીટ કેમ બંધ કરાઈ

0
264
દિલ્હી: યાત્રીગણ ધ્યાન આપે , જાણો પ્લેટફોર્મ ટીકીટ કેમ બંધ કરાઈ
દિલ્હી: યાત્રીગણ ધ્યાન આપે , જાણો પ્લેટફોર્મ ટીકીટ કેમ બંધ કરાઈ

દિલ્હી રેલ્વે સ્ટેશન પર યાત્રીઓની ભારે ભીડ જોવા મળી રહી છે . દિવાળી અને છઠ પૂજા પર દિલ્હીથી પોતાના વતન પર જવા માટે લોકો રેલ્વે સ્ટેશન પર ઉમટી રહ્યા છે. સ્ટેશન પર ભારે ભીડ જમા ન થાય તે માટે દિલ્હીના બે રેલવે સ્ટેશન પર પ્લેટફોર્મ ટીકીટ બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. પ્લેટફોર્મ પર મુસાફરોની સંખ્યાને લઈને આ નિર્ણય લેવામાં આવ્યો છે. દિલ્હીથી તહેવારોને કારણે સ્પેશિયલ ટ્રેન ચલાવવામાં આવી રહી છે. તાજેતરમાં સુરત રેલવે સ્ટેશન પર બનેલી દુર્ઘટના પછી તંત્ર સતર્ક છે અને મુસાફરોની સલામતી , સ્વાસ્થ જળવાઈ રહે તે માટે પ્રયત્નશીલ છે તેવું અધિકારીઓ જણાવી રહ્યા છે. મળતી માહિતી અનુસાર ઉત્તર રેલવે દિવાળી તેમજ છઠ પૂજા પર મુસાફરોની ભીડ જોતા નવી દિલ્હી અને આનંદ વિહાર રેલવે સ્ટેશન પર 18 નવેમ્બર સુધી વ્યવસ્થાના ભાગ રૂપે પ્લેટફોર્મ ટીકીટ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.દિવાળીના તહેવારો પર દિલ્હીથી તમામ ટ્રેન ઉત્તર પ્રદેશ, બિહાર, પૂર્વાંચલ તરફ ખીચોખીચ ભરીને રવાના થઇ રહી છે. મુસાફરોની સુવિધા માટે સ્પેશીયલ ટ્રેન પણ હાલ ભીડનો ધસારો જોતા ઓછી પડી રહી છે. જોકે આરક્ષિત ટ્રેન વધુ દોડાવવાથી શ્રમિક વર્ગને મોટો ફાયદો પણ થયો છે. શ્રમિકો જ્યાં જગ્યા મળે ત્યાં બેસીને પોતાના વતન તરફ જઈ રહ્યા છે.

દિલ્હી રેલ્વે સ્ટેશન પર પ્લેટફોર્મ ટીકીટ બંધ કરવાના નિર્ણય પછી આંશિક રાહત મળી છે પણ છઠ પૂજા પર યાત્રાળુઓ અને મુસાફરોની ભીડ પૂર્વાંચલ તરફ જવા માટે સતત વધી રહી છે અને રેલવે વિભાગે કરેલી વધારાની ટ્રેન દોડાવવાની તૈયારીઓ પણ હાલ ઓછી પડતી હોય તેવું લાગી રહ્યું છે. દિલ્હીથી પૂર્વાંચલ તરફ લાખો શ્રમિક પરિવારો છઠ પુજાના અવસરે વતન તરફ જવા રેલવેનો ઉપયોગ કરી રહ્યા છે. અને રેલવે વિભાગે વ્યવસ્થા પણ કરી છે. નિયમિત ટ્રેન ઉપરાંત લગભગ 26 લાખ આરક્ષિત બર્થ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. 700 જેટલી વિશેષ ટ્રેન તહેવારો માટે દોડાવવામાં આવી રહી છે. જેથી મોટી સંખ્યામાં લોકો પોતાના વતન પહોંચી રહ્યા છે.

આપને જણાવી દઈએ કે અમદાવાદ રેલવે સ્ટેશન પર દિલ્હી વિભાગ જેવોજ નિર્ણય લેવામાં આવ્યો છે અને પ્લેટફોર્મ ટીકીટ મુસાફરોની ભીડને જોતા બંધ કરવામાં આવી છે.