દિલ્લી મદ્રાસ IIT વિદ્યાર્થી આંધ્ર રેલ ટ્રેક પાસે મૃત હાલતમાં મળ્યો

0
108
મદ્રાસ IIT
મદ્રાસ IIT

દિલ્લી થી પરત ફરતી વખતે IIT મદ્રાસ નો વિદ્યાર્થી મૃત હાલતમાં મળી આવ્યો છે. જે આંધ્રમાં રેલ્વે ટ્રેક પાસે મળ્યો હતો જેની તપાસ હાલ રેલ્વે પોલીસ કરી રહી છે.ઇન્ડિયન ઇન્સ્ટીટ્યુટ ઓફ ટેકનોલોજી મદ્રાસમાં ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતો યુવક રવિવારે રાત્રે આંધ્રપ્રદેશમાં રેલ્વે ટ્રેક નજીક મૃત હાલત માં મળ્યો હતો જેમાં સંસ્થાના સત્તાવાળાએ એક ઈમેલ થી બાકીના વિદ્યાર્થીઓને જણાવ્યું હતું.ત્રીજા વર્ષમાં બીટેકનો અભ્યાસ વિદ્યાર્થી કરતો હતો.આ ઘટનામાં વિગતવાર જાણકારી માટે પોલીસ તપાસ કરી રહી છે.

IIT મદ્રાસ સંસ્થાના ઈ-મેલમાં જણાવ્યું હતું કે મેટલર્જિકલ એન્ડ મટિરિયલ્સ એન્જિનિયરિંગ વિભાગના B.Tech પ્રોગ્રામમાં ભણતો વિદ્યાર્થી દિલ્લી થી ચેન્નાઈ ટ્રેનમાં મુસાફરી કરી રહ્યો હતો જેમાં તેનું મૃત હાલતમાં બોડી આંધ્ર રેલ્વે ટ્રેક પાસે મળી છે જેનું મૃત્યુ કેવી રીતે થયું એ હજી સ્પષ્ટ થયું નથી.વિદ્યાર્થી ૩ ઓક્ટોબરના રોજ ચેન્નાઈ કેમ્પસમાંથી નીકળી ગયો હતો.રેલ્વે પોલીસ વિદ્યાર્થીના “દુ:ખદ અને અકાળ મૃત્યુ” ની તપાસ કરી રહી છે તથા “મૃતક વિદ્યાર્થીના પરિવાર અને મિત્રો પ્રત્યે દિલથી સંવેદના વ્યક્ત કરી છે”.અમે વિનંતી કરીએ છીએ કે દરેક વ્યક્તિ આ કમનસીબ ક્ષણે પરિવારની ગોપનીયતાનું સન્માન કરે. IIT મદ્રાસ એક મોટું નામ ધરાવતી સંસ્થા છે જેમાં આવી ઘટના આઘાત જનક જોવા મળી છે.

મદ્રાસ IIT

IIT – મદ્રાસ સત્તાવાળાઓએ ઘટનાની વિગતો શેર કરવાનો ઇનકાર કર્યો હતો.વધુમાં સંસ્થા તપાસમાં સહકાર આપી રહી છે.અને સંસ્થા વિદ્યાર્થીના અવસાન પર મોટી ખોટ અનુભવે છે.સંસ્થામાં આ વર્ષે વિદ્યાર્થીઓ માટે વેલનેસ સત્રો તથા કાઉન્સિલરો વચ્ચે વાતચીત માટેમાં શેસન પણ રાખવામાં આવે છે.જેથી વિદ્યાર્થી શિક્ષક અને સ્ટાફના વિચારો અને વાણીમાં પોઝીટીવીટીનો વધારો થાય અને ખુશનુમા વાતાવરણ રહે.

“હેલો..! હું અશોક ગેહલોત બોલી રહ્યો છું.” ; કોંગ્રેસના કાર્યકરોના ફોન પર ઓડિયો મેસેજ જાણો કેમ ફરતો થયો ગેહલોતનો મેસેજ અને તેની અસર દિલ્હીમાં.