ટિલ્લુ તાજપુરિયાની હત્યા મામલે દિલ્હી હાઈકોર્ટ લાલઘૂમ

0
198

દિલ્હી હાઈકોર્ટની તિહારના જેલ અધિકારીઓને ફટકાર

આ પ્રકારની ઘટનાને સાંખી લેવાશે નહીં : દિલ્હી હાઈકોર્ટ

તિહાર જેલમાં ગેંગસ્ટર ટિલ્લુ તાજપુરિયાની હત્યાને લઈને દિલ્હી હાઈકોર્ટે અધિકારીઓને ફટકાર લગાવી હતી. આ મામલે કોર્ટે જેલના તંત્રને સ્ટેટસ રીપોર્ટ રજૂ કરવા જણાવ્યું છે અને જેલ સુપ્રીન્ટેન્ડન્ટને વ્યક્તિગત રીતે હાજર રહેવાનો આદેશ કર્યો છે. હાઈકોર્ટે કહ્યું છે કે, “આ પ્રકારની ઘટનાને સાંખી લેવાશે નહીં.  આ ચૂક માટે જવાબદાર અધિકારીઓની જવાબદારી અને જવાબદેહી પણ જણાવવામાં આવે. આ મામલે હવે આગામી સુનાવણી 25 મે ના રોજ હાથ ધરવામાં આવશે.