દિલ્હી કાર વિસ્ફોટ પછી ઈડીના રડાર પર અલ-ફલાહ યુનિવર્સિટી: વિદેશી ફંડિંગ અને આતંકી કડીની તપાસ શરૂ #DelhiBlast #AlFalahUniversity #EDInvestigation #IndiaNews #TerrorFunding #RAW #SecurityAlert #BreakingNews

0
181

દિલ્હી કાર વિસ્ફોટ #DelhiBlast #AlFalahUniversity #EDInvestigation #IndiaNews #TerrorFunding #RAW #SecurityAlert #BreakingNews – લાલ કિલ્લા નજીક થયેલા ભયાનક કાર વિસ્ફોટ બાદ અલ-ફલાહ યુનિવર્સિટી પર શંકા. કેન્દ્ર સરકારે ઈડીને ફંડિંગ તપાસ સોંપી. ચાર ડૉક્ટર આતંકી કાવતરામાં સંડોવાયેલા હોવાના પુરાવા સામે આવ્યા.દિલ્હીના લાલ કિલ્લા પાસે સોમવાર સાંજે થયેલા કાર બોમ્બ વિસ્ફોટે આખા દેશમાં ચકચાર મચાવી છે. આ વિસ્ફોટમાં 13 લોકોનાં મોત થયા છે અને 20થી વધુ ઘાયલ છે. વિસ્ફોટ બાદ રાજધાની સહિત દેશભરની સુરક્ષા એજન્સીઓ એલર્ટ પર આવી ગઈ છે. હવે તપાસનો ફોકસ હરિયાણાના ફરીદાબાદ સ્થિત અલ-ફલાહ યુનિવર્સિટી પર છે, જે વિસ્ફોટ કેસમાં સંડોવાયેલા કેટલાક ડૉક્ટર સાથે જોડાયેલી હોવાનું બહાર આવ્યું છે.

દિલ્હી કાર વિસ્ફોટ પછી ઈડીના રડાર પર અલ-ફલાહ યુનિવર્સિટી: વિદેશી ફંડિંગ અને આતંકી કડીની તપાસ શરૂ #DelhiBlast #AlFalahUniversity #EDInvestigation #IndiaNews #TerrorFunding #RAW #SecurityAlert #BreakingNews

દિલ્હી કાર વિસ્ફોટ પછી EDના નિશાના પર અલ-ફલાહ યુનિવર્સિટી

કેન્દ્ર સરકારે ગુનાહિત ફંડિંગ અને નાણાકીય વ્યવહારોની તપાસ માટે **પ્રવર્તન નિર્દેશાલય (ED)**ને આદેશ આપ્યા છે. સરકારે સ્પષ્ટ કહ્યું છે કે યુનિવર્સિટીને મળેલા ફંડના સ્ત્રોત, વિદેશી દાતાઓ અને શૈક્ષણિક નેટવર્ક મારફતે થયેલા ટ્રાન્ઝેક્શનની પૂરી છાનબિન કરવી જરૂરી છે.

માહિતી અનુસાર, આ જ યુનિવર્સિટીમાં લાલ કિલ્લા વિસ્ફોટનું કાવતરું રચાયું હતું. તપાસ એજન્સીઓને ચાર ડૉક્ટર – ડૉ. મુજમ્મિલ ગનઈ, ડૉ. અદીલ અહમદ રાથર, ડૉ. શાહીન સઈદ અને ડૉ. ઉમર નબી – વિરુદ્ધ પુરાવા મળ્યા છે. ચારેય જમ્મુ-કાશ્મીરના રહેવાસી છે અને ફરીદાબાદની અલ-ફલાહ યુનિવર્સિટીમાં શિક્ષણ કે સંશોધન સાથે સંકળાયેલા હતા.

ઈડીને યુનિવર્સિટીના ફન્ડિંગની તપાસનો સરકારનો આદેશ

તપાસમાં ખુલ્યું છે કે આ ડૉક્ટરોએ મળીને 26 લાખ રૂપિયા એકત્ર કરી હતી. આ રકમથી તેમણે ગુરુગ્રામ, નૂહ અને આસપાસના વિસ્તારોમાંથી 26 ક્વિન્ટલ NPK ખાતર ખરીદ્યું હતું, જે વિસ્ફોટક આઈઈડી બનાવવામાં વપરાયું હોવાનું માનવામાં આવે છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, ખાતર સાથે અન્ય રસાયણો મિશ્રિત કરીને અત્યંત ઘાતક વિસ્ફોટક તૈયાર કરવામાં આવ્યું હતું.

સુરક્ષા એજન્સીઓના સૂત્રો કહે છે કે અલ-ફલાહ યુનિવર્સિટીના કેટલાક વિભાગોનો ઉપયોગ કટ્ટરપંથી વિચારધારાના પ્રસાર અને આતંકી નેટવર્કના ફંડ હબ તરીકે થઈ રહ્યો હતો. ED હવે તપાસ કરી રહી છે કે આ યુનિવર્સિટીને મળેલા ફંડ વિદેશી સ્ત્રોતોમાંથી આવ્યા હતા કે નહીં.

આ વચ્ચે કેન્દ્ર સરકારે પણ સુરક્ષા એજન્સીઓને યુનિવર્સિટીઓ અને એનજીઓ દ્વારા થતી શંકાસ્પદ ફંડિંગ પ્રવૃત્તિઓ પર ખાસ નજર રાખવાનો આદેશ આપ્યો છે.

એક અધિકારીએ જણાવ્યું કે ડૉ. ઉમર નબી, જે પુલવામાના રહેવાસી અને અલ-ફલાહ યુનિવર્સિટીમાં સહાયક પ્રોફેસર હતા, તેમણે આતંકી નેટવર્ક સાથે નાણાકીય વ્યવહારોના પુરાવા આપ્યા હતા. તેઓએ 2024માં ગુરુગ્રામના કેટલાક વેપારીઓ પાસેથી કેશમાં મોટી રકમ જમા કરી હતી.

દિલ્હી કાર વિસ્ફોટ પછી ઈડીના રડાર પર અલ-ફલાહ યુનિવર્સિટી: વિદેશી ફંડિંગ અને આતંકી કડીની તપાસ શરૂ #DelhiBlast #AlFalahUniversity #EDInvestigation #IndiaNews #TerrorFunding #RAW #SecurityAlert #BreakingNews
દિલ્હી કાર વિસ્ફોટ પછી ઈડીના રડાર પર અલ-ફલાહ યુનિવર્સિટી: વિદેશી ફંડિંગ અને આતંકી કડીની તપાસ શરૂ #DelhiBlast #AlFalahUniversity #EDInvestigation #IndiaNews #TerrorFunding #RAW #SecurityAlert #BreakingNews

વિસ્ફટકો ખરીદવા રૂ. 26 લાખની રકમ જમા કરાઈ હોવાનો દાવો

તપાસ એજન્સીઓએ પહેલેથી જ યુનિવર્સિટીના સર્વર, ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટ અને ફંડિંગ એકાઉન્ટ્સ સીલ કરી દીધા છે. EDએ હવે વિવિધ NGO અને ફાઉન્ડેશનોને પણ નોટિસ પાઠવી છે, જેમણે છેલ્લા બે વર્ષમાં અલ-ફલાહ યુનિવર્સિટીને દાન આપ્યું હતું.

દિલ્હી કાર વિસ્ફોટ પછી આ સમગ્ર મામલો દેશની આંતરિક સુરક્ષાને લગતો ગંભીર મુદ્દો બની ગયો છે. કેન્દ્ર સરકારે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે દેશની શૈક્ષણિક સંસ્થાઓનો ઉપયોગ કોઈપણ પ્રકારની આતંકી પ્રવૃત્તિ માટે થશે તો કડક પગલા લેવાશે..

ગુજરાતના વધુ સમાચાર માટે જોવા માટે અહિયાં ક્લિક કરો

યુટ્યુબ પર વિડીઓ ન્યુઝ જોવા માટે

હિન્દી ન્યુઝ માટે અહિયાં ક્લિક કરો