વિયેતનામના રક્ષા મંત્રી બે દિવવસના ભારતના પ્રવાસે

0
80
Defense Minister of Vietnam on a two-day visit to India
Defense Minister of Vietnam on a two-day visit to India

વિયેતનામના રક્ષા મંત્રી બે દિવવસના ભારતના પ્રવાસે

રાજનાથ સિંહે વિયેતનામના રક્ષા મંત્રી સાથે બેઠક યોજી

બંને વચ્ચે દ્વિપક્ષીય વાતચીત થઈ

વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી

વિયેતનામના રક્ષા મંત્રી બે દિવવસના ભારતના પ્રવાસે છે. .રક્ષા મંત્રી રાજનાથ સિંહે સોમવારે ભારત અને વિયેતનામ વચ્ચે સંરક્ષણ સહયોગ વધારવા માટે રાજધાની દિલ્હીમાં દ્વિપક્ષીય વાટાઘાટો માટે વિયેતનામના રાષ્ટ્રીય સંરક્ષણ મંત્રી જનરલ ફાન વાન ગિઆંગ સાથે બેઠક યોજી હતી. સંરક્ષણ પ્રધાન ફાન વાન ગિઆંગ 18 થી 19 જૂન દરમિયાન બે દિવસીય ભારતની મુલાકાતે છે. તેમની મુલાકાતના પ્રથમ દિવસે, ગિઆંગે રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક પર પુષ્પાંજલિ અર્પણ કરી. ભારતીય રક્ષા મંત્રી દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં બંને દેશો વચ્ચેના સંબંધોને એક મહત્વપૂર્ણ આધારસ્તંભ ગણાવવામાં આવ્યો છે.

બન્ને દેશો વચ્ચે દ્વી પક્ષીય મુલાકાતમાં સંરક્ષણ, સૈન્ય, ઉચ્ચ સ્તરીય મુલાકાતો, તાલીમ કાર્યક્રમો, સહિતના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.અગાઉ જૂન 2022માં રાજનાથ સિંહે વિયેતનામની મુલાકાત લીધી હતી. ત્યાં બંને દેશો વચ્ચે સંરક્ષણ ભાગીદારી પર સંયુક્ત વિઝન સ્ટેટમેન્ટ અને પરસ્પર લોજિસ્ટિક્સ સપોર્ટ પર સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.સંરક્ષણ મંત્રાલયના ભૂતપૂર્વ સચિવ સૌરભ કુમારે તાજેતરમાં વિયેતનામના રાષ્ટ્રીય સરહદ આયોગના ઉપાધ્યક્ષ ટ્રિન્હ ડુક હૈ સાથે વાતચીત કરી હતી. આ અંગે સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ ટ્વીટ કર્યું કે સંરક્ષણ મંત્રાલયના પૂર્વ સચિવ સૌરભ કુમારે વિયેતનામના રાષ્ટ્રીય સરહદ આયોગના ઉપાધ્યક્ષ ટ્રિન્હ ડુક હૈ સાથે મુલાકાત કરી. તેઓએ બંને દેશો વચ્ચે સંરક્ષણ, સુરક્ષા અને દરિયાઈ સંબંધો સહિત અનેક દ્વિપક્ષીય મુદ્દાઓ પર ચર્ચા કરવાની પણ વાત કરી હતીવિયેતનામના રક્ષા મંત્રીની આ મુલાકાત ખુબજ મહત્વની માનવામાં આવી રહી છે.

વાંચો અહીં ગિતા પ્રેસને શાંતિ પુરસ્કાર