Defence Budget 2024 :  એકબાજુ આતંકવાદ, એક બાજુ બે દેશો વચ્ચે સીમા વિવાદ, છતાં પણ મોદી સરકારે કર્યો રક્ષા બજેટમાં મોટો ઘટાડો    

0
180
Defence Budget 2024
Defence Budget 2024

Defence Budget 2024 :   દેશ એક બાજુ આતંકવાદ સામે લડી રહ્યો છે, બે – બે પાડોશી દેશો સાથે સીમા વિવાદ ચરમસીમા પર છે, ત્યારે આજે મોદી સરકારે આજના બજેટમાં રક્ષા બજેટમાં મોટો ઘટાડો કર્યો છે, નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે મંગળવારે નાણાકીય વર્ષ 2024-25નું સંપૂર્ણ બજેટ રજૂ કર્યું જેમાં સંરક્ષણ ક્ષેત્રના બજેટમાં મોટો કાપ મૂકવામાં આવ્યો હતો.

નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે મંગળવારે નાણાકીય વર્ષ 2024-25નું સંપૂર્ણ બજેટ રજૂ કર્યું  બજેટમાં તેમણે કૃષિથી લઈને યુવાનોના કૌશલ્ય વિકાસ સુધીના અનેક ક્ષેત્રો માટેની જાહેરાતો કરી હતી. બીજી તરફ આ બજેટમાં રેલ્વે અને સંરક્ષણ જેવા ક્ષેત્રોને નિરાશા સાંપડી હતી. જ્યારે નાણામંત્રીએ તેમના બજેટ ભાષણમાં માત્ર એક જ વાર રેલવેનો ઉલ્લેખ કર્યો હતો, ત્યારે સંરક્ષણ ક્ષેત્રના બજેટમાં મોટો કાપ મૂકવામાં આવ્યો હતો.

Defence Budget 2024

Defence Budget 2024 :    વચગાળાના બજેટની સરખામણીમાં આટલો મોટો કાપ

નાણાકીય વર્ષ 2024-25ના સંપૂર્ણ બજેટમાં સંરક્ષણ ક્ષેત્ર માટે 4.54 લાખ કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. અગાઉ ફેબ્રુઆરીમાં વચગાળાના બજેટમાં સંરક્ષણ ક્ષેત્રને 6.21 લાખ કરોડ રૂપિયા આપવાની જાહેરાત કરવામાં આવી હતી. આનો અર્થ એ થયો કે ચાર મહિના પહેલા આવેલા વચગાળાના બજેટની સરખામણીએ હવે સંપૂર્ણ બજેટમાં સંરક્ષણ ક્ષેત્ર માટે ફાળવણીમાં 1.67 લાખ કરોડ રૂપિયાનો ઘટાડો થયો છે. ડિફેન્સ સેક્ટરના બજેટમાં આવો ઘટાડો પહેલીવાર થયો છે.

Defence Budget 2024

 Defence Budget 2024 :   અગાઉ મોદી સરકારના કાર્યકાળમાં સંરક્ષણ ક્ષેત્રનું બજેટ સતત વધ્યું હતું. આ વખતના બજેટ પહેલા, છેલ્લા ચાર વર્ષમાં સંરક્ષણ બજેટનું કદ લગભગ 30 ટકા વધ્યું હતું. 2020ના બજેટમાં સરકારે સંરક્ષણ ક્ષેત્ર માટે 4.71 લાખ કરોડ રૂપિયાની જોગવાઈ કરી હતી. તે પછી, 2021 ના ​​બજેટમાં, સંરક્ષણ ક્ષેત્ર પરનો ખર્ચ વધારીને 4.78 લાખ કરોડ રૂપિયા કરવામાં આવ્યો.

Defence Budget 2024 :   સંરક્ષણ બજેટ 4 વર્ષમાં સૌથી ઓછું

2022ના બજેટમાં પહેલીવાર સંરક્ષણ બજેટનું કદ રૂ. 5 લાખ કરોડને વટાવીને રૂ. 5.25 લાખ કરોડ સુધી પહોંચી ગયું હતું. જ્યારે ગયા વર્ષે એટલે કે 2023 ના બજેટમાં મોદી સરકારે સંરક્ષણ ક્ષેત્રને 5.94 લાખ કરોડ રૂપિયા આપ્યા હતા. ચાર મહિના પહેલા આવેલા વચગાળાના બજેટમાં સંરક્ષણ બજેટનું કદ રૂ. 6 લાખ કરોડને પાર કરી ગયું હતું. જોકે, આ વખતે સંરક્ષણ ક્ષેત્રને રૂ. 4.54 લાખ કરોડ મળ્યા છે, જે 4 વર્ષમાં સૌથી ઓછા છે. વર્ષ 2019માં સંરક્ષણ ક્ષેત્રને તેનાથી પણ ઓછું એટલે કે 3.19 લાખ કરોડ રૂપિયા મળ્યા છે.

Defence Budget 2024

Defence Budget 2024 :    6 લાખ કરોડથી વધુની અપેક્ષા હતી

જો આપણે ગયા વર્ષના બજેટ પર નજર કરીએ તો, છેલ્લા 4 વર્ષમાં સંરક્ષણ ક્ષેત્રનું બજેટ 6.5 ટકાના વાર્ષિક દરે (CAGR) વધી રહ્યું હતું. મોદી સરકાર સંરક્ષણ ક્ષેત્રે ભારતને આત્મનિર્ભર બનાવવાની મહત્વકાંક્ષી યોજના પર કામ કરી રહી છે. સરકાર ઇચ્છે છે કે ભારત તેની સંરક્ષણ જરૂરિયાતો માટે બને તેટલી સામગ્રીનું ઉત્પાદન કરે અને આયાત પરની નિર્ભરતા ઘટાડવી જોઈએ. આ સાથે સરકારનો ભાર દળોના આધુનિકીકરણ પર છે. આવી સ્થિતિમાં લોકો ડિફેન્સ સેક્ટરનું બજેટ 6 લાખ કરોડ રૂપિયાથી ઉપર રહેવાની આશા રાખતા હતા.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો