Deesa Blast કાંડમાં જીવ ગુમાવનાર શ્રમિકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. વિશ્વકર્મા મંદિર ખાતે ખાસ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં અનેક રાજકીય અને સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં ધારાસભ્ય પ્રવીણ માળી, ધારાસભ્ય અનિકેત ઠાકર, પૂર્વ રાજ્યસભાના સાંસદ દિનેશ અનાવાડીયા, મગન માળી સહિતના ભાજપના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા. શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં શહેરના અનેક સામાજિક આગેવાનો પણ જોડાયા હતા. શ્રમિક પરિવારજનોને સાંત્વના આપવામાં આવી હતી. અને તેમના માટે ન્યાયની માંગ ઉઠાવવામાં આવી હતી.
Deesa Blast કાંડમાં જીવ ગુમાવનાર શ્રમિકોને અપાઈ શ્રદ્ધાંજલિ

ડીસા શહેર વિશ્વકર્મા મંદિર ખાતે શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું કરાયું આયોજન

21 શ્રમિકોના આત્માને શાંતિ મળે તે હેતુથી શ્રદ્ધાંજલિ કાર્યક્રમ

શહેરના અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા

ડીસા વિસ્ફોટક કાંડને આજે પણ શહેરવાસીઓ ભુલાઈ શકતા નથી.