દીપિકા, રણવીર સાથે અન્ય લોકોને પણ કરતી હતી ડેટ, જવાબ સાંભળી રણવીરને આવ્યો ગુસ્સો

0
512
Deepika Padukone and Ranveer Singh
Deepika Padukone and Ranveer Singh

Deepika Padukone and Ranveer Singh : દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ બોલિવૂડનું પાવર કપલ માનવામાં આવે છે. દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ તાજેતરમાં જ કરણ જોહર (#Koffee With Karan) ના ચેટ શો કોફી વિથ કરણ સિઝન 8 ના પહેલા એપિસોડમાં જોવા મળ્યા હતા. શોમાં કપલે એકબીજા વિશે ઘણા ખુલાસા કર્યા છે. તેણે કરણ જોહરના ઘણા પ્રશ્નોના જવાબો પણ આપ્યા, પરંતુ રણવીર સિંહના ચહેરાના હાવભાવ બદલાઈ ગયા જ્યારે તેની પત્ની દીપિકા પાદુકોણે (Deepika Padukone) તેના અંગત જીવન વિશે એવો ખુલાસો કર્યો, જે રણવીર સિંહને બિલકુલ પસંદ ન આવ્યો. દીપિકાનો જવાબ સાંભળી અભિનેતાના ચહેરા પર ગુસ્સો પણ સ્પષ્ટ દેખાતો હતો.

Koffee with Karan 8
Koffee with Karan 8

કોફી વિથ કરણ સિઝન 8ના એપિસોડમાં દીપિકા પાદુકોણે (Deepika Padukone) ખુલાસો કર્યો છે કે લગ્ન પહેલા તે રણવીર સાથે અન્ય 4 લોકોને પણ ડેટ કરતી હતી. કારણ કે લગ્નના પ્રસ્તાવ પહેલા બંનેએ ઓપન રિલેશનશિપમાં રહેવાનો નિર્ણય લીધો હતો. આવી સ્થિતિમાં દીપિકાએ કહ્યું, જ્યાં સુધી રણવીરે મને લગ્ન માટે પ્રપોઝ ન હતું કર્યું તે પહેલા અમારી વચ્ચે કોઈ કમિટમેન્ટ ન હતું, તેથી હું અન્ય લોકોને પણ મળતી હતી. પરંતુ હું જે લોકોને મળ્યો હતી તેમાંથી કોઈ મને ખાસ લાગતું ન હતું. હું બીજાને મળતી હતી, પરંતુ મારા મનમાં હંમેશા વિચારતી કે હું રણવીર સાથે છું, મારે તેની પાસે પાછા જવું છે અને હું તેની પાસે પાછો જવાની છું.

અભિનેત્રીની આ વાત સાંભળ્યા બાદ કરણ જોહરે દીપિકા પાદુકોણ (Deepika Padukone) ને એવા લોકોના નામ પૂછ્યા કે જેને તે રણવીર સિંહ સાથે પણ ડેટ કરી રહી હતી. આ સવાલના જવાબમાં અભિનેત્રીએ કહ્યું કે હવે તેને તે લોકો તેને યાદ નથી. દીપિકા પાદુકોણની આ વાત સાંભળ્યા બાદ રણવીર સિંહ થોડો ગુસ્સામાં જોવા મળ્યો અને કહ્યું- “હમણાં જ તે કહ્યું કે મારી સાથે રહીને પણ તમે બીજા લોકોને મળતા હતા અને હવે તમને તેઓ યાદ નથી, પરંતુ, મને બહુ સારી રીતે યાદ છે.” રણવીરની આ ગુસ્સાવાળી પ્રતિક્રિયાનો વિડિયો સોશિયલ મીડિયા પર ખૂબ પણ વાયરલ થઈ રહ્યો છે.