દીપિકા મિશ્રાને ‘વાયુ સેના મેડલ’ થી સન્માન
વિંગ કમાન્ડર દીપિકા મિશ્રા ગુરુવારે વીરતા પુરસ્કાર મેળવનાર ભારતીય વાયુસેનાની પ્રથમ મહિલા અધિકારી બની છે. વાયુસેનાના પ્રવક્તા અનુસાર, રાજસ્થાનની રહેવાસી દીપિકા મિશ્રા હેલિકોપ્ટર પાયલટ છે. મધ્યપ્રદેશમાં પૂર રાહત કામગીરી દરમિયાન તેમના ‘અપ્રતિમ કાર્ય’ માટે તેમને ‘વાયુ સેના મેડલ’ (વીરતા) એનાયત કરવામાં આવ્યો હતો. વાયુસેનાના વડા એર ચીફ માર્શલ વી.આર. ચૌધરીએ અહીં સુબ્રતો પાર્ક ખાતે વાયુસેના ઓડિટોરિયમમાં આયોજિત સમારોહમાં અનેક અધિકારીઓ અને વાયુ યોદ્ધાઓને યુદ્ધ સેવા મેડલ અને અન્ય પુરસ્કારો અર્પણ કર્યા હતા.