ક્રૂડ ઓઈલના ઘટતા ભાવને રોકવા સાઉદી અરેબિયાનો મોટો નિર્ણય

0
70

ઓપેક પ્લસ દેશો સાથે બેઠક બાદ સાઉદી અરેબિયાનો નિર્ણય

જુલાઈ મહિનાથી ક્રૂડ ઓઈલના ઉત્પાદનમાં દૈનિક ૧૦ લાખ બેરલનો ઘટાડો કરવાનો નિર્ણય

ક્રૂડ ઓઈલના ઘટતા ભાવને રોકવા સાઉદી અરેબિયાએ ઓપેક પ્લસ દેશો સાથે બેઠક બાદ મહત્વની જાહેરાત કરતા તેલના ઉત્પાદનમાં દૈનિક ૧૦ લાખ બેરલનો ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે. જે જુલાઈ મહિનાથી અમલી બનશે. આ અગાઉ પણ ઓપેક પ્લસ દેશોએ બે વખત ક્રૂડ ઓઈલના ભાવમાં કાપ મૂક્યો હતો, તે છતાં તેલની કિંમતમાં ઘટાડો થઇ રહ્યો હતો. જેના પગલે સાઉદી અરેબિયાએ એકતરફી પગલું ભર્યું છે. વિયેનામાં ઓપેકના મુખ્યાલયમાં બેઠક બાદ સાઉદી અરેબિયાએ આ જાહેરાત કરી છે. હવે અ નિર્ણયની ભારત પર શું અસર થાય છે તે આગામી સમયમાં જોવા મળશે. ભારત પર આની અસરનો આધાર ભારત સરકારની રણનીતિ અને પોલીસી પર નિર્ભર કરે છે.