Death to Trump : ટ્રમ્પ નજીક બોમ્બ ધમકીના કારણે વિમાનની ઇમરજન્સી લેન્ડિંગ
Bomb threat on easyJet flight : 27 જુલાઈ, 2025ના રોજ સવારે 7:10 વાગ્યે, લંડનના લુટન એરપોર્ટથી ગ્લાસગો, સ્કોટલેન્ડ જતી Easyjet Flight નંબર EZY609માં એક ચોંકાવનારી ઘટના બની. એક મુસાફરે વિમાનમાં બોમ્બની ધમકી આપી અને “Death to America, Death to Trump, Allahu Akbar” જેવા નારા લગાવ્યા, જેના કારણે મુસાફરોમાં ભયનો માહોલ સર્જાયો. આ ઘટના એવા સમયે બની જ્યારે યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સ્કોટલેન્ડની મુલાકાતે હતા, અને તેમના ટર્નબેરી ગોલ્ફ કોર્સથી માત્ર એક કલાકના અંતરે આ ઘટના બની.

Death to Trump : મુસાફરનો હંગામો અને નારાઓ
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં જોવા મળે છે કે 41 વર્ષનો એક વ્યક્તિ વિમાનના પાછળના ભાગમાં ઊભો થઈને બૂમો પાડી રહ્યો હતો. તેણે ચીસો પાડીને કહ્યું, “વિમાન રોકો! વિમાનમાં બોમ્બ છે! Death to America, Death to Trump, Allahu Akbar!” આ વ્યક્તિએ 3 વખત “અલ્લાહુ અકબર” બોલ્યો, જેનાથી મુસાફરોમાં ગભરાટ ફેલાયો. એક પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું કે, આરોપી ટોઇલેટમાંથી બહાર આવ્યો અને અચાનક હાથ ઊંચા કરીને આ નારા લગાવવા લાગ્યો. શરૂઆતમાં કેટલાક મુસાફરોને લાગ્યું કે આ મજાક હોઈ શકે, પરંતુ તેની આક્રમક વર્તણૂકથી પરિસ્થિતિ ગંભીર બની.
Death to Trump : મુસાફરો અને ક્રૂની ત્વરિત કાર્યવાહી
આ ઘટનાએ વિમાનમાં હાજર મુસાફરોમાં ભયનો માહોલ સર્જ્યો, પરંતુ કેટલાક હિંમતવાન મુસાફરોએ તરત જ આરોપીને રોકવાનો પ્રયાસ કર્યો. 3 મુસાફરોએ મળીને તેને જમીન પર પછાડી દીધો અને તેને નિયંત્રણમાં રાખ્યો. એક મુસાફરે તેને બેસીને દબાવી રાખ્યો અને કહ્યું, “ચૂપચાપ બેસ, હલનચલન ન કર!” કેબિન ક્રૂએ પણ ઝડપથી કાર્યવાહી કરી અને આરોપીની બેગની તપાસ કરી. ઇઝીજેટના ક્રૂને આવી પરિસ્થિતિઓનો સામનો કરવા માટે ખાસ તાલીમ આપવામાં આવી છે, જેનો ઉપયોગ તેમણે આ ઘટનામાં કર્યો.
Death to Trump : ઇમરજન્સી લેન્ડિંગ અને પોલીસની કાર્યવાહી
બોમ્બની ધમકીને કારણે પાઇલટે એરબસ A319 (રજિસ્ટ્રેશન G-EZAN)ને ગ્લાસગો એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ કરાવ્યું, જે સમયે વિમાન લેન્ડિંગથી થોડી જ મિનિટો દૂર હતું. વિમાનને એરપોર્ટના રિમોટ વિસ્તારમાં પાર્ક કરવામાં આવ્યું, જ્યાં પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી. સ્કોટલેન્ડ પોલીસે 41 વર્ષના આરોપીને કસ્ટડીમાં લઈ લીધો અને તપાસ શરૂ કરી. પોલીસે જણાવ્યું કે વિમાનમાં કોઈ વિસ્ફોટક સામગ્રી મળી નથી અને આ ઘટના એકલવાયી હોવાનું માનવામાં આવે છે. કાઉન્ટર-ટેરરિઝમ ઓફિસર્સ હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોની તપાસ કરી રહ્યા છે.
Easyjet અને પોલીસનું નિવેદન
Easyjet ના પ્રવક્તાએ જણાવ્યું, “ફ્લાઇટ EZY609ને ગ્લાસગો એરપોર્ટ પર પોલીસે આવકાર્યું, જ્યાં એક મુસાફરની અયોગ્ય વર્તણૂકને કારણે તેને બહાર કાઢવામાં આવ્યો. અમારા ક્રૂ આવી પરિસ્થિતિઓને હેન્ડલ કરવા માટે તાલીમ પામેલા છે, અને મુસાફરો તથા ક્રૂની સુરક્ષા અમારી પ્રાથમિકતા છે.” સ્કોટલેન્ડ પોલીસે પણ નિવેદન જારી કરીને કહ્યું, “27 જુલાઈ, 2025ના રોજ સવારે 8:20 વાગ્યે ગ્લાસગો ખાતે આવેલી ફ્લાઇટમાં ખલેલ પહોંચાડનાર 41 વર્ષના વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. તપાસ ચાલુ છે, અને અમે માનીએ છીએ કે આ ઘટનામાં અન્ય કોઈ સામેલ નથી.”
ગુજરાતના વધુ સમાચાર માટે જોવા માટે અહિયાં ક્લિક કરો
યુટ્યુબ પર વિડીઓ ન્યુઝ જોવા માટે
ગુજરાતના વધુ સમાચાર માટે જોવા માટે અહિયાં ક્લિક કરોયુટ્યુબ પર વિડીઓ ન્યુઝ જોવા માટે: Death to Trump : ના નારા સાથે મુસાફરે Flight માં બોમ્બની ધમકી આપી, અને પછી..!EasyJet #BombThreat #DeathToTrump