DC vs SRH  : ઇન ફોર્મ ટીમો વચ્ચે આજે જામશે મુકાબલો, બંને ટીમો શાનદાર ફોર્મમાં  

0
284
DC vs SRH
DC vs SRH

DC vs SRH  : આજે આઈપીએલ 2024માં 35મી મેચ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં દિલ્હી કેપિટલ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાવાની છે. શાનદાર ફોર્મમાં ચાલી રહેલા હૈદરાબાદના બેટર્સ અને દિલ્હીની મજબૂત બોલિંગનો મુકાબલો ઘણો રસપ્રદ રહેશે. ત્યારે જાણો બંને ટીમ વચ્ચેની  હેડ ટૂ હેડ અને પિચ રિપોર્ટની જાણકારી.

DC vs SRH  : હેડ ટૂ હેડ

DC vs SRH


આઈપીએલમાં અત્યાર સુધી દિલ્હી કેપિટલ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે 23 વખત ટક્કર થઈ છે. તેમાંથી 12 મેચમાં હૈદરાબાદ અને 11 મેચમાં દિલ્હીની ટીમને જીત મળી છે.

DC vs SRH  : પિચ રિપોર્ટ

DC vs SRH


આજે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં આઈપીએલ 2024ની પ્રથમ મેચ રમાવાની છે. અહીં પિચ ગ્રીન અને ફ્રેશ હોઈ શકે છે. આ નાનું ગ્રાઉન્ડ હોવાથી અહીં મોટા સ્કોરની સંભાવના છે. ફ્રેશ પિચ હોવાથી ફાસ્ટ બોલર્સને મદદ મળી શકે છે.

DC vs SRH  : પોઈન્ટ્સ ટેબલ

DC vs SRH


દિલ્હી કેપિટલ્સની ટીમ હાલ પોઈન્ટ્સ ટેબલમાં છઠ્ઠા સ્થાને છે. ટીમને 7 મેચમાંથી 3માં જીત જ્યારે 4 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. આ સાથે જ સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમ પોઈન્ટ્સ ટેબલમાં ચોથા સ્થાને છે. તેમને 6 મેચમાંથી 4માં જીત જ્યારે 2 મેચમાં હાર મળી છે.

DC vs SRH  : દિલ્હી  શાનદાર ફોર્મમાં

DC vs SRH

છેલ્લી બે મેચમાં દિલ્હી કેપિટલ્સે શાનદાર પુનરાગમન કર્યું છે અને લખનૌ-ગુજરાતને તેના ઘરે પરાજય આપ્યો છે. આવી સ્થિતિમાં, કેપિટલ્સ તેમના વિનિંગ કોમ્બિનેશનને વધારે ખલેલ પહોંચાડવા માંગશે નહીં. હા, શક્ય છે કે જો ડેવિડ વોર્નર આંગળીની ઈજામાંથી સાજો થઈ ગયો હોય તો તે ચોક્કસપણે રમતા જોવા મળશે.  

DC vs SRH  : હૈદરાબાદના તોફાન સામે દિલ્હીનું ટકવું મુશ્કેલ   

DC vs SRH

સનરાઈઝર્સ હૈદરાબાદ પણ આ સમયે આઈપીએલમાં પૂરપાટ ઝડપે દોડી રહી છે. તે દરેક ટીમનો નાશ કરીને દિલ્હી પહોંચી છે. પેટ કમિન્સની કપ્તાનીવાળી સનરાઈઝર્સ હૈદરાબાદ તેની છેલ્લી સતત 3 મેચ જીતીને દિલ્હી પહોંચી ગઈ છે. છેલ્લી મેચમાં RCBને તેમના ઘરે 287 રન બનાવીને તેમનો જ રેકોર્ડ તોડીને  હરાવી હતી. આવી સ્થિતિમાં દિલ્હીના બોલરોને હૈદરાબાદના બેટ્સમેનોને લઈને ટેન્શન થઈ શકે છે.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો