એશિયા કપ જીતીને ભારતીય દીકરીઓએ ઈતિહાસ રચ્યો છે. ઇમર્જિંગ ટીમે એશિયા કપમાં ઈતિહાસ રચ્યો છે. બાંગ્લાદેશની ટીમની 31 રને હાર થઇ છે. ભારતીય ટીમે પહેલા બેટિંગ કરીને ૧૨૭ રન બનાવ્યા હતા. જેની સામે બાંગ્લાદેશની ટીમ ૯૬ રનમાં જ સમેટાઈ ગઈ હતી. આ સાથે જ ભારતીય મહિલા ક્રિકેટ ટીમે પોતાના નામ વધુ એક રેકોર્ડ કર્યો છે.ભારતીય ક્રિકેટર વીવીએસ લક્ષ્મણે પણ ભારતીય મહિલા ટીમને તેમની જીત બદલ અભિનંદન પાઠવ્યા હતા.
મેચની વાત કરીએ તો ભારતીય મહિલા ટીમે પહેલા ટોસ જીતીને બેટિંગ કરવાનો નીરનું કર્યો હતો. શરૂઆતી મેચમાં શ્વેતા અને ઉમા ચેત્રીએ 28 રનની ભાગીદારી કરી હતી. જે બાદ વૃંદા દિનેશે 36 રન ફટકાર્યા હતા. તે ઉપરાંત કનિકા આહુજાએ 30 રન ફટકાર્યા હતા. આમ ભારતીય ટીમે ૧૨૭ રનનો ટાર્ગેટ બંગદેશની ટીમને આપ્યો હતો.
શ્રેયંકાની બોલિંગેતો બાંગ્લાદેશને હરાવ્યું
સ્પિન બોલર શ્રેયંકા પાટિલની સ્પિનમાં બાંગ્લાદેશ સંપૂર્ણપણે ફસાઇ ગયું હતું. પાટિલે કુલ 4 ખેલાડીઓને આઉટ કરી નાખ્યાં હતા. પોતાના 4 ઓવરની બોલિંગમાં તેણે માત્ર 13 રન આપ્યાં હતા. મન્નત કશ્યપે 3 જ્યારે કનિકા આહુજાએ પણ 2 વિકેટ ઝડપી હતી. બાંગ્લાદેશની આખી ટીમ 96 રનમાં જ ખખડી ગઈ હતી.
એશિયા કપ ની જીત બાદ ખેલાડીઓને મળી શુભેચ્છાઓ
યોગ દિવસની સમગ્ર વિશ્વમાં ઉજવણી