Daily Exercise : તંદુરસ્ત જીવન માટે જરૂરી છે વ્યાયામ, જાણો WHO ની ગાઈડલાઈન પ્રમાણે કઈ ઉંમરે કેટલા કલાક કસરત કરવી જોઈએ ?  

0
327
Daily Exercise
Daily Exercise

Daily Exercise : પહેલું સુખ તે જાતે નર્યા,,, આજના આ આધુનિક સમયમાં સૌથી વધારે જરૂરી કોઈ કામ હોય તો તે છે સ્વાસ્થ્યની જાળવણી, પૈસા ખર્ચીને પણ સારું સ્વાસ્થ નથી મળી શકતું, અને સારા સ્વાસ્થ્ય માટે સૌથી પહેલું પગલું છે વ્યાયામ.. જોકે આજના આધુનિક અને વ્યસ્ત સમયમાં લોકોને વ્યાયામ કરવાનો સમય નથી, પરંતુ જો આપે સ્વાસ્થ્ય અને દીર્ઘાયુ જીવન જીવવું હોય તો વ્યાયામ સિવાય બીજો કોઈ માર્ગ નથી.

Daily Exercise

Daily Exercise :  એક વાત વારંવાર કહેવામાં આવે છે કે જો તમારે સ્વસ્થ રહેવું હોય તો નિયમિત શારીરિક કસરત ખૂબ જ જરૂરી છે. ત્યારે આ વ્યસ્ત સમયમાં  આજે અમે તમને જણાવીશું કે તમારે કઈ ઉંમરે સારા સ્વાસ્થ્ય માટે કેટલી કસરત કરવી જરૂરી છે.

Daily Exercise :  વ્યાયામ  ફક્ત તમારા શરીરને શેપમાં  નથી રાખતું પરંતુ તે તમારા માનસિક સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. જે લોકો નિયમિત કસરત  કરે છે તેમને ડાયાબિટીસ, હૃદય રોગ, હતાશા, ચિંતા, સ્ટ્રોક, અનિદ્રાનું જોખમ ઓછું હોય છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (world health organization) અનુસાર, જે લોકો નિયમિત કસરત કરે છે તેઓ મૃત્યુનું જોખમ 20-30 ટકા ઘટાડે છે.  

Daily Exercise

Daily Exercise  :  WHO એ શારીરિક પ્રવૃત્તિ પર માર્ગદર્શિકા  શેર કરી છે

1 ) બાળકે દિવસમાં ઓછામાં ઓછો એક કલાક કસરત કરવી જોઈએ. અને અઠવાડિયામાં ઓછામાં ઓછા 3 દિવસ ઝડપી એરોબિક (aerobics) કસરત કરવી જોઈએ. તેનાથી હાડકાં અને સ્નાયુઓ મજબૂત થાય છે.

૨ ) યુવાનોએ ઓછામાં ઓછી 2-3 કલાક કસરત કરવી જોઈએ, આનાથી સ્નાયુઓ મજબૂત રહેશે

૩ ) વૃદ્ધ લોકોએ અઠવાડિયામાં 2-3 વખત તાકાત અને સંતુલનની તાલીમ લેવી જોઈએ. તેનાથી તેમનું શરીર સ્વસ્થ રહે છે.

Daily Exercise

WHO પ્રમાણે તમારે સ્વાસ્થ્યની કાળજી માટે અને સ્વસ્થ જીવન માટે કસરત કરવી જરૂરી છે, આપણી પાસે સમય હોય ક ના હોય પરંતુ આ કામ માટે તમારે સમય આપવો ખુબ જરૂરી છે.   

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો