Cyclone Tej Update: તમિલનાડુમાં વાવાઝોડું, ગુજરાતમાં શુષ્ક હવામાનની અપેક્ષા

0
279
Tej
Tej

Cyclone Tej Update : ભારતીય હવામાન વિભાગ, ‘તેજ’ના એક અધિકારીના જણાવ્યા અનુસાર, દક્ષિણ પશ્ચિમ અરબી સમુદ્રમાં સક્રિય થઇ રહેલા ચક્રવાતી વાવાઝોડાની અસર ગુજરાતને થાય તેવી શક્યતા ઓછી છે. PTI  ના અહેવાલ મુજબ, હવામાન વિભાગે અગાઉ અહેવાલ આપ્યો હતો કે દક્ષિણ-પૂર્વ અને દક્ષિણ-પશ્ચિમ અરબી સમુદ્રમાં નીચા દબાણનો વિસ્તાર ડિપ્રેશનમાં આગળ વધી ગયો છે અને 21 ઓક્ટોબરની સવાર સુધીમાં ચક્રવાતી તોફાનમાં સક્રિય થવાની શક્યતા છે.

હિંદ મહાસાગર ક્ષેત્રમાં ચક્રવાતના નામ જે આ દરિયાકાંઠાને સ્પર્શે છે તે અલગ-અલગ દેશ દ્વારા આપવામાં આવે છે. આ પ્રણાલી અનુસાર, આ વાવાઝોડાને ‘તેજ’ (Cyclone Tej Update) નામ આપવામાં આવ્યું છે.

2 62

હવામાન વિભાગ અનુસાર, આગાહી સૂચવે છે કે આ વાવાઝોડું (Cyclone Tej Update) રવિવાર સુધીમાં મજબૂત ચક્રવાતી વાવાઝોડામાં પરિણમશે અને ઓમાનના દક્ષિણી દરિયા કિનારા અને યમનના નજીકના વિસ્તારોની દિશામાં આગળ વધે તેવી સંપૂર્ણ શક્યતાઓ છે. તેમ છતાં, એ અગત્યનું છે કે ચક્રવાત ક્યારેક ક્યારેક તેમના માર્ગને બદલી શકે છે, તે ગમે ત્યાં ફંટાઈ શકે છે.

Also Read: અરબી સમુદ્રમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને પગલે અલર્ટ,  હવામાન વિભાગે એડવાઈઝરી જાહેર કરી

અમદાવાદમાં હવામાનશાસ્ત્ર કેન્દ્રના ડિરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું હતું કે, “22 ઓક્ટોબરની સાંજ સુધીમાં ‘તેજ’ વધુ તીવ્ર ચક્રવાતી વાવાઝોડામાં પરિવર્તિત થવાની અને દક્ષિણ ઓમાન અને યમન કિનારા તરફ આગળ વધવાની શક્યતા છે.”

તેમણે પીટીઆઈને જણાવ્યું કે, “ચક્રવાત પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધશે, તેથી તેની ગુજરાત (જે પૂર્વ તરફ આવેલું છે) પર કોઈ અસર નહીં થાય. ગુજરાતમાં આગામી સાત દિવસ સુધી હવામાન શુષ્ક રહેશે”

રાજ્યના રિલીફ (રાહત) કમિશનર આલોક કુમાર પાંડેએ સંકેત આપ્યો છે કે હાલના તબક્કે કોઈ તાત્કાલિક ખતરો નથી કારણ કે વાવાઝોડું હાલમાં ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે જૂનમાં, અરબી સમુદ્રમાં ઉદ્દભવેલા ચક્રવાત બિપરજોય (Biparjoy)એ કચ્છ અને ગુજરાતના સૌરાષ્ટ્રના ભાગોમાં મોટું નુકસાન કર્યું હતું. શરૂઆતમાં, તે પશ્ચિમ તરફ આગળ વધી રહ્યું હતું, પરંતુ તેણે પાછળથી પોતાની દિશા બદલી અને કચ્છમાં લેન્ડફોલ કર્યું. આમ, વાવાઝોડું અચાનક પોતાની દિશા બદલી શકે છે.

ખાનગી આગાહી એજન્સી સ્કાયમેટ વેધરના અનુસાર તેમજ મોટાભાગના હવામાન મોડલ વચ્ચેની સર્વસંમતિ સૂચવે છે કે વાવાઝોડું યમન અને ઓમાનના દરિયાકાંઠાના વિસ્તારો તરફ આગળ વધશે.

ચક્રવાતી વાવાઝોડાને તેની મહત્તમ સતત પવનની ગતિ દ્વારા વ્યાખ્યાયિત કરવામાં આવે છે, જે 62-88 કિમી પ્રતિ કલાકની રેન્જમાં આવે છે. બીજી તરફ જ્યારે પવનની મહત્તમ ગતિ 89-117 કિમી પ્રતિ કલાક સુધી પહોંચે છે, ત્યારે તેને ગંભીર ચક્રવાતી તોફાન તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે.

તમિલનાડુના કેટલાક ભાગોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. X (ટ્વીટર) પર તમિલનાડુ હવામાન વિભાગે પોસ્ટ કરી જણાવ્યું કે, “ચેન્નાઈ, ચેંગલપટ્ટુ, કાંચીપુરમ અને તિરુવલ્લુર જિલ્લાઓમાં મધ્યમ વાવાઝોડું”