બિપરજોય વાવાઝોડું ગુજરાત તરફ કચ્છના દરિયા કિનારા તરફ આગળ ધીમી ગતિએ આગળ વધી રહ્યું છે. મળતી વિગતો પ્રમાણે બિપરજોય વાવાઝોડું સૌરાષ્ટ્ર સહિતના અનેક જિલ્લાઓમાં તેની અસર વર્તાવવાનું શરુ કરી દીધું છે. જૂનાગઢના માંગરોળના દરિયામાં જોરદાર કરંટ જોવા મળ્યો હતો, દરિયામાં 20 થી 25 ફૂટના મોજા ઉછળતાં શેરિયાઝ બારા બંદર ખાતે ઘરોમાં પાણી ઘુસી ગયા હતા. વાવાઝોડાની અસરને પગલે દરિયો ગાંડોતૂર થયો છે. દરિયામાં. ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. દરિયાકાંઠા વિસ્તારોમાં તંત્ર દ્વારા અગત્યના કામ સિવાય ઘરની બહાર ન નીકળવા અપીલ કરવામાં આવી છે.

ગુજરાતના દરિયાકાંઠાના તમામ જિલ્લામાં વહીવટીતંત્ર એલર્ટ બન્યું છે. ત્યારે રાજકોટમાં પવન ફૂંકાઈ રહ્યો છે. ભારે પવનને કારણે પતરા અને સોલાર પેનલ ઉડતા વિડીઓ વાઈરલ થયો હતો. બિપોર જોય વાવાઝોડાની અસર વર્તાઈ રહી છે.વાવાઝોડુ ટકરાશે ત્યારે તેના સેન્ટર આસપાસ 150 કિલોમીટર પ્રતિ કલાક ની ઝડપે રહેશે અને આ વાવાઝોડું તેના સેન્ટર થી દુર જતા જતા વિસ્તારમાં પવન ઓછો હોય અને વાવાઝોડુ અત્યંત ધીમી ગતિ આગળ વધુ રહ્યું છે તેથી તે આવતીકાલે બપોર બાદ થી મોડી રાત્રી સુધીમાં ગમે ત્યારે ટકરાઈ શકે. વરસાદ ની વાત કરીએ તો પશ્ચિમસૌરાષ્ટ્ર અને દક્ષિણસૌરાષ્ટ્ર માં વરસાદ સતત વરસી રહ્યો છે . હવે વાવાઝોડુ ફરીથી ટર્ન લઈ નજીક આવતું જશે તેમ ફરી વરસાદનો વિસ્તાર વધવાનો ચાલુ થતો જશે. પશ્ચિમ સૌરાષ્ટ્ર દક્ષિણ સૌરાષ્ટ્ર માં સારો લાભ મળશે અને વાવાઝોડુ કચ્છ થી અંદર આવશે એટલે ઉત્તર_સૌરાષ્ટ્ર ને પણ સારો લાભ મળશે બાકી ના સૌરાષ્ટ્ર માં છૂટો છવાયો સારા વરસાદનો લાભ મળશે

વાવાઝોડુ હાલની સ્થિતિ પ્રમાણે કચ્છથી અંદર આવશે તો કચ્છ અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતાઓ છે. એક અનુમાન અનુસાર કચ્છ માં રીતસર નું મેઘતાંડવ થઇ શકે છે. અને ક્યાંક ક્યાંક 10 ઇંચ ઉપર વરસાદ વરસી શકે છે. જો બિપોર જોય વાવાઝોડું થોડુ ઉપર સરકી પાકિસ્તાનમાં જાય તો વરસાદની માત્રા આંશિક ઘટશે પણ ભારે થી અતિભારે વરસાદ તો આવશે જ તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.
અત્યારે મળતી માહિતી પ્રમાણે મહત્વના સમાચાર જોઈએ તો
બિપરજોય વાવાઝોડું આવતીકાલે સાંજે ચારથી રાત્રિના આઠ ની વચ્ચે ટકરાય તેવી સંભાવના છે
125 થી 135 km ની ઝડપે ફુંકાશે પવન અને આવતીકાલે અતિથીઅતિ ભારે વરસાદ થવાની પણ શક્યતા છે
માંડવી અને કરાચી વચ્ચે જખો પોર્ટ પાસે વાવાઝોડું આવે તેવી ભીતી સેવાઈ રહી છે રાજકોટ શહેરમાં આજે અને આવતીકાલે તમામ જનસેવા કેન્દ્રો બંધ રહેશે.
અબડાસા તાલુકાના દરિયા નજીકના ગામો ખાલી કરાવવા તંત્રના પ્રયાસ
નલિયા નજીકનુ છછી ગામ તંત્ર દ્રારા ખાલી કરાવવા માટે મથામણ
ગઇકાલે રાત્રથી પશુઓ છોડી ગ્રામજનો જવા માટે તૈયાર નથી
તાલુકા વિકાસ અધિકારી સહિત પોલીસની ટીમ છછી પહોચી
બસો મારફતે આખુ ગામ ખાલી કરાવવા માટે તંત્ર એ વ્યવસ્થા કરી
800ની વસ્તી ધરાવતા ગામમા 1200 થી વધુ પશુઓની સંખ્યા
તંત્રની સમજાવટ બાદ ગ્રામજનો ને સ્થળાતંરનુ કામ શરૂ કરાયુ
છછી ગામ નજીક લઠેડી ગામે સેલ્ટર હોમમા તમામ લોકોની વ્યવસ્થા કરાઇ
ઇતિહાસમાં સતત બીજા દિવસે પણ ધ્વજા દ્વારકાધીશ મંદિરે ચડાવવામાં નથી આવી.
ભારે પવન અને વરસાદના કારણે ધ્વજા ગઈકાલે અને આજે પણ ચડશે નહિ તેવું મંદિર કમિટી દ્વારા જણાવવામાં આવ્યું છે