બિપરજોય વાવાઝોડું આગળ વધ્યું

1
250
Cyclone Biparjoy
Cyclone Biparjoy
[et_pb_section admin_label=”section”] [et_pb_row admin_label=”row”] [et_pb_column type=”4_4″][et_pb_text admin_label=”Text”]

બિપરજોય વાવાઝોડું આગળ વધ્યું .બિપોરજોય વાવાઝોડુ ગુજરાતના દરિયા કિનારા તરફ આગળ વધી રહ્યું છે. અરબી સમુદ્રમાં બિપોરજોય વાવાઝોડાની દિશા બદલાઈ છે. અને હવે ગુજરાતના કચ્છ તરફના દરિયાકાંઠે ત્રાટકે તેવી સંભાવના છે. દરિયાકાંઠા વિસ્તારના તમામ જિલ્લાઓમાં માછીમારોને દરિયો ન ખેડવા સુચના આપવામાં આવી છે તે ઉપરાંત  પ્રવાસીઓ માટે તમામ બીચ બંધ કરવામાં આવ્યા છે. કચ્છના બંદરો પર ભયજનક 4 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. અને નવસારી થી લઈને કચ્છ સુધીનો ૧૬૦૦ કિલોમીટરનો દરિયો ગાંડોતુર બન્યો છે અને રુદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. અને દરિયામાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે. જીલ્લા પોલીસ તંત્ર ખડેપગે દરિયાકાંઠે સતર્ક છે. ગુજરાત હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ ભારે પવન સાથે આગાહી કરવામાં આવી છે. આ વાવાઝોડાની સંભવિત અસરોને પગલે સૌરસ્થ્રા , કચ્છ ઉત્તર ગુજરાત,દક્ષીણ ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદ પડવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યમાં ઠંડરસ્ટ્રોમની અસર જોવા મળશે. અમદાવાદમાં પણ ગાજવીજ સાથે વરસાદી વાતાવરણ રહેશે. અને તાપમાનમાં 2 ડીગ્રીનો ઘટાડો થઇ શકે છે.

બિપરજોય વાવાઝોડું આગળ વધ્યું
બિપરજોય વાવાઝોડું આગળ વધ્યું

ભાવનગર જીલ્લાના દરિયાકાંઠે વાવાઝોડાની સંભવિત અસર હેઠળ દરિયાકાંઠે 50 થી 60 કિલોમીટરની ઝડપે પવન સાથે વરસાદ પડવાની સંભાવનાના પગલે તંત્ર એલર્ટ મોડ પર છે. ભાવનગર જીલ્લા કલેકટરની અધ્યક્ષતામાં યોજવામાં આવેલી બેઠકમાં તમામ જરૂરી વિભાગોને 24 કલાક એલર્ટ રહેવા તાકીદ કરાયા છે. દેવભૂમિ દ્વારકા અને પોરબંદર , જામનગર અને જુનાગઢ જિલ્લાઓમાં વહીવટી તંત્ર સજ્જ છે અને સંભવિત વાવાઝોડાની અસરો અંગે સ્થાનિકોને જાણકારી આપવી. દરિયા નજીકના રહેણાક વિસ્તારોમાં ખાસ સાવચેતીના પગલારૂપે સલામત સ્થળે ખસેડવા વિગેરે સૂચનાઓ આપી દેવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર વાવાઝોડું કચ્છના માંડવી નજીકથી પસાર થઇ શકે છે અને દરિયાકાંઠે ટકરાઈ શકે છે. અને 15 જુને કચ્છના માંડવી અને પાકિસ્તાનના કરાંચી બંદરની વચ્ચેથી પસાર થશે. ત્યારે દરિયાકાંઠે અત્યારથીજ બીપોરજોય વાવાઝોડાની અસર જોવા મળી રહી છે.

BPR

દરિયાના મોઝા 5 થી 10 ફૂટ સુધી ઊંચા ઉછળતા જોવા મળી રહ્યા છે. કચ્છના જખૌ બંદરે માછીમારોની બોટ સલામત સ્થળે ખસેડવામાં આવી છે. કચ્છ સિવાયના તમામ બંદરો પર ભયજનક 2 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. બીપોર જોય વાવાઝોડું હાલ ગુજરાતના દરિયા કિનારેથી લગભગ ૪૫૦ કિલોમીટરની આસપાસ છે અને ગઈકાલથીજ  NDRFની ટીમો દરિયાકાંઠાના વિસ્તારોમાં મોકલી દેવામાં આવી છે. આગામી 5 દિવસ હવામાન ખાતાની આગાહી પ્રમાણે 13 જુન થી 15 જુન સુધી ભારે પવન ફુંકાવાની શક્યતાઓ છે. અને 40 થી 50 કિલો મીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે અને ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

[/et_pb_text][/et_pb_column] [/et_pb_row] [/et_pb_section]

1 COMMENT

Comments are closed.