સુરતમાં સાયબર ક્રાઈમ પોલીસ દ્વારાસાઈબર ગણેશજીની સ્થાપના

    0
    74
    સુરતમાં સાયબર ક્રાઈમ પોલીસ દ્વારાસાઈબર ગણેશજીની સ્થાપના
    સુરતમાં સાયબર ક્રાઈમ પોલીસ દ્વારાસાઈબર ગણેશજીની સ્થાપના

    સુરતમાં સાયબર ક્રાઈમ પોલીસ દ્વારા આયોજન કરવામાં આવ્યું

    ગુજરાતના સૌપ્રથમ બોલતા સાઈબર ગણેશજીની સ્થાપના

    દર્શન કરવા આવતા લોકોને સાઈબર ક્રાઈમ અંગે મળશે માહિતી

    સુરતમાં સાયબર ક્રાઈમ પોલીસ દ્વારા જન જાગૃતિ માટે અનોખું આયોજન કરવામાં આવ્યું છે. સાઈબર ક્રાઈમ પોલીસ દ્વારા ગુજરાતના સૌપ્રથમ બોલતા સાયબર ગણેશજીની સ્થાપના કરવામાં આવી છે. જ્યાં શ્રીજીના દર્શન કરવા આવતા લોકોને સાયબર ક્રાઈમથી બચવા માટે જે તકેદારીઓ રાખવાની છે તેની માહિતી મળશે

    ભારત દેશમાં પહેલીવાર ઇન્ટેલિજન વર્ઝન સુરતની સાયબર ક્રાઇમ દ્વારા બોલતા સાઇબર ગણેશની સ્થાપના

    ગણેશજી દર્શન આવતા ભાવિક ભક્તોને સાઇબર ક્રાઇમથી બચવા QR કોડથી ટિપ્સ આપશે

    સુરત શહેરમાં પોલીસ કમિશનર અજય કુમાર અજય કુમાર તોમર દ્વારા પોતાના સાઈબર ક્રાઇમ વધતી જતી અલગ અલગ ઈન્ટેલિજન વર્ઝનના આધારે શહેરીજનો સાથે ફ્રોડ થાય છે તેના જનજાગૃતિ અભિયાનના ભાગરૂપે વિશેષ તરીકે ઇન્ટેલિજન સાયબર ક્રાઇમની વ્યાખ્યા આપતું ભારત દેશમાં અનોખું શ્રીજીની સ્થાપના કરવામાં આવી છે મંદિરમાં જેવી રીતે પ્રસાદી આપવામાં આવે છે તેવી જ રીતે સાયબરમાં બિરાજમાન બોલતા ગણેશના દર્શન કરવા આવતા ભક્તોને પ્રસાદમાં એક કાર્ડ આપવામાં આવે છે. આ કાર્ડમાં સાયબરની ટીપ્સ અને Q.R કોર્ડ હશે. મોબાઇલમાં Q.R કોર્ડ સ્કેન કરશે એટલે ઓનલાઇન ચીટીંગથી કેવી રીતે બચી શકાય તેની વિડીયો સાથે માહિતીઓ આવી જશે. કદાચ ભારતભરમાં પહેલીવાર સુરત  સાયબર ક્રાઈમમાં બોલતા ગણેશનું સ્થાપન કરવામાં આવ્યું છે.

    શ્રીજીના હાથમાં 42 ઇંચનું એલઇડી સાથે જન જાગૃતિ અભયન

    પ્રિય ભક્તો, તમે મને પંડાળમાં જુદા જુદા સ્વરૂપે જુઓ છો, પણ તમે કયારે મારો અવાજ સાંભળ્યો છે ? સુરત શહેર પોલીસ સાયબર સેલના ગણેશ ઉત્સવમાં અનોખી રીતે સ્થાપિત કરવામાં આવ્યા છે જે ઇન્ટેલિજન સાયબર વર્ઝનના આધારે તેમને ભાવિક ભક્તોને દર્શન માટે આમંત્રણ આપ્યું છે અને આ આમંત્રણ સોશિયલ મીડિયા માધ્યમથી દેશભરમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે જેમાં ગણેશ ઉત્સવ આ વર્ષે હું તમારી સાથે વાત પણ કરીશ અને તમે સાયબર ક્રાઇમનો ભોગ ન બનો એ માટે મહત્વની વાત તમારી સાથે શેર કરીશ. આ વર્ષના ગણેશ ઉત્સવમાં હું સુરતને સાયબર સેફ સુરત બનાવવાના આર્શીવાદ આપવાનો છું, તો હું તમારી રાહ જોઉ છું, આવો મારા દર્શને, અને હા મારો પ્રસાદ લેવાનું ભૂલશો નહિ. મંગળવારે સાંજે સ્થાપિત થયેલા શ્રીજીને દર્શન માટે સુરતના સાઇબર ક્રાઇમ વિશેષ આયોજન કરવામાં આવ્યું છે શહેરભરમાં બોલતા ગણપતિ ને જોવા માટે લોકો ઉમટી પડ્યા છે સુરત શહેરના પોલીસ કમિશનર અજય કુમાર તોમર ઉંમરના છેલ્લા પડાવમાં પહોંચી ગયા છે અને એમની વય મર્યાદા લઈને નિવૃત્તિના માત્ર હવે ચાર ભાઈને જ બાકી છે ત્યારે તેમને શહેરીજોનો માટે વધુ એક મોર પીછું ઉમેર્યું છે તેમને શહેરીજનો માટે જનજાગૃતિ અભિયાન સુંદર ભગીરથ કાર્ય ગણપતિ ના માધ્યમથી હાથ ધર્યું છે જેમાં સાયબર ક્રાઇમ કયા કયા ફ્રોડ થઈ શકે છે તેની સંપૂર્ણ માહિતી આપી રહ્યા છે

    વધુ સમાચાર માટે જોતા રહો વી.આર.લાઇવ

    સતત સમાચાર માટે જોતા રહો અમારી વેબ સાઈટ