Home State Gujarat Cyber Fraud Busted in Sabarkantha: સાબરકાંઠા સાયબર ક્રાઇમ પોલીસે ‘ડિજિટલ અરેસ્ટ’ની મોટી...

Cyber Fraud Busted in Sabarkantha: સાબરકાંઠા સાયબર ક્રાઇમ પોલીસે ‘ડિજિટલ અરેસ્ટ’ની મોટી ઠગાઈ નિષ્ફળ બનાવી, 75 વર્ષીય દંપતીને બચાવ્યા

0
125
Cyber Fraud Busted in Sabarkantha
Cyber Fraud Busted in Sabarkantha

Cyber Fraud Busted in Sabarkantha: સાબરકાંઠા સાયબર ક્રાઇમ પોલીસે ‘ડિજિટલ અરેસ્ટ’ના નામે ચાલી રહેલી એક મોટી સાયબર ઠગાઈનો પર્દાફાશ કરી, 75 વર્ષીય વૃદ્ધ દંપતીને લાખો રૂપિયાનું આર્થિક નુકસાન થતાં બચાવી લીધા છે. ઠગોએ મુંબઈ પોલીસના અધિકારી બનીને આ દંપતીને ત્રણ દિવસ સુધી વીડિયો કોલ પર ડરાવીને રાખ્યા હતા.

Cyber Fraud Busted in Sabarkantha

Cyber Fraud Busted in Sabarkantha: ઘટનાની વિગતો

  • ઠગાઈનો નવો કિમીયો: સાયબર ઠગોએ પીડિત દંપતી (રસિકભાઈ મોદી) પર દબાણ લાવવા માટે એવો દાવો કર્યો હતો કે તેમના [આધાર કાર્ડ – Redacted] સાથે જોડાયેલા સિમ કાર્ડનો ઉપયોગ ગેરકાયદેસર નાણાકીય કૌભાંડમાં થયો છે.
  • ડરાવીને માગણી: કેસમાંથી નામ રદ કરવાના નામે ઠગોએ દંપતી પાસે ૨૫ તોલા સોનું ઓગાળીને બિસ્કિટ બનાવવાની અને ૨ લાખની ફિક્સ ડિપોઝિટ (FD) તોડીને નાણાં આપવાની માંગણી કરી હતી.
  • ત્રણ દિવસનો માનસિક ત્રાસ: દંપતીને સતત ત્રણ દિવસ સુધી વીડિયો કોલ પર રાખીને સતત ડરાવવામાં આવ્યા હતા.

Cyber Fraud Busted in Sabarkantha: બેંક કર્મચારીની સતર્કતા અને પોલીસની સમયસૂચકતા

જ્યારે આ વૃદ્ધ દંપતી પૈસાની વ્યવસ્થા કરવા માટે એક્સિસ બેંકની શાખામાં પહોંચ્યું, ત્યારે તેમની ગભરાયેલી અને ડરેલી સ્થિતિ જોઈને એક સતર્ક બેંક કર્મચારીને શંકા ગઈ. કર્મચારીએ તાત્કાલિક આ બાબતે સાબરકાંઠા સાયબર ક્રાઇમ પોલીસને જાણ કરી હતી.

માહિતી મળતાની સાથે જ સાયબર ક્રાઇમ ટીમ તુરંત બેંક ખાતે દોડી ગઈ હતી. પોલીસે દંપતીનું યોગ્ય કાઉન્સેલિંગ કરી તેમને સમજાવ્યું કે તેઓ કોઈ પોલીસ કાર્યવાહીનો નહીં, પરંતુ ‘ડિજિટલ અરેસ્ટ’ જેવા સાયબર ફ્રોડનો ભોગ બન્યા છે. પોલીસની સમયસરની આ કાર્યવાહીથી દંપતીનું કિંમતી સોનું અને નાણાં ઠગોના હાથમાં જતા અટકી ગયા હતા.

Cyber Fraud Busted in Sabarkantha: પ્રશાસન અને નેતૃત્વના નિર્દેશો

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ નાગરિકોને સાયબર ફ્રોડથી સુરક્ષિત રાખવા અને જોખમમાં મૂકાયેલા લોકોને તાત્કાલિક મદદ પૂરી પાડવા પોલીસ વિભાગને ખાસ સૂચનાઓ આપી છે. તાજેતરમાં જ તેમણે વરિષ્ઠ પોલીસ અધિકારીઓ અને બેંક અધિકારીઓ સાથે ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક યોજીને આવા ગુનાઓ ડામવા માટે સંકલિત કામગીરી પર ભાર મૂક્યો હતો.

Cyber Fraud Busted in Sabarkantha: પોલીસની મહત્વની અપીલ અને સાવચેતી

આ ઘટનાને ધ્યાનમાં રાખીને સાબરકાંઠા પોલીસે નાગરિકો માટે નીચે મુજબની ચેતવણી જારી કરી છે:

  • કોઈ ‘ડિજિટલ અરેસ્ટ’ હોતી નથી: દેશની કોઈ પણ પોલીસ કે સરકારી એજન્સી ક્યારેય વીડિયો કોલ દ્વારા ‘ડિજિટલ અરેસ્ટ’ કરતી નથી કે ઓનલાઈન નાણાં કે સોનાની માંગણી કરતી નથી.
  • તુરંત ફરિયાદ કરો: જો તમારા કે તમારા પરિવાર સાથે આવી કોઈ શંકાસ્પદ ઘટના બને, તો ગભરાયા વગર તરત જ 1930 સાયબર હેલ્પલાઇન નંબર પર અથવા નેશનલ સાયબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલ પર ફરિયાદ નોંધાવો.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો

અમદાવાદમાં મેઘરાજાનું ધમાકેદાર બેટિંગ, શાહીબાગ-અસારવામાં ૩ કલાકમાં ૨ ઇંચ વરસાદ, સહજાનંદ કોલેજ રોડ પર ભૂવો પડ્યો

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે