CYBER CRIME :  સાયબર ક્રાઈમથી બચવા સાયબર સંવાદનું આયોજન, રીલ બનાવી મેળવો ઇનામ  

0
360
CYBER CRIME
CYBER CRIME

CYBER CRIME :  ગુજરાતમાં વધી રહેલા સાયબર ફ્રોડને કારણે લોકોમાં ફફડાટ ફેલાયો છે. બેંકમાં ખાતુ ખાલી થઈ જવાના અનેક બનાવો સામે આવી રહ્યાં છે. તેમજ લોકો સરળતાથી છેતરપિંડી કરી જતા હોવાના કિસ્સા પણ પ્રકાશમાં આવી રહ્યાં છે. ત્યારે લોકોને સાયબર ફ્રોડથી બચાવવા માટે સાઇબર ક્રાઈમએ સાયબર સંવાદનું આયોજન કર્યું છે.

CYBER CRIME

CYBER CRIME :   સાઇબર ક્રાઈમ દ્વારા લોકોને સાયબર ફ્રોડ અંગે જાગૃત કરવા અંગે સાયબર સંવાદનું આયોજન કરવામાં આવ્યું છે. સાઇબર ક્રાઈમ વિભાગ દ્વારા અલગ અલગ શાળા કોલેજો તથા સોસાયટીઓમાં જઈને વધી રહેલા સાયબર ગુનાઓ વિશે માહિતી આપવામાં આવશે અને તેનાથી કેવી રીતે બચી શકાય તે અંગે સમજાવવામાં આવશે.

CYBER CRIME :   રિલ સ્પર્ધામાં ઈનામ પણ અપાશે


CYBER CRIME :   2 ઓગસ્ટથી સાયબર સંવાદનું આયોજન શરૂ થશે અને 15 ઓગસ્ટ સુધી ચાલશે. આ ડ્રાઈવ અંતર્ગત નાગરિકોને સાયબર ફ્રોડ થાય તો તેની ફરિયાદ કેવી રીતે કરવી તેની સમજ આપવામાં આવશે. તે ઉપરાંત કેટલાક લોકો ફરિયાદ કરતાં પાછા પડે છે. જેથી તેમને ફરિયાદ કરવા માટે જાગૃત કરવામાં આવશે. જેનાથી આ પ્રકારના ગુનાઓ સામે લોકોને રક્ષણ આપી શકાશે.

CYBER CRIME

CYBER CRIME :   પોલીસે સાયબર સંવાદ અંતર્ગત રીલ સ્પર્ધાનું આયોજન કર્યું છે. જેમાં સાયબર જાગૃતિ અંગેની 90 સેકન્ડની રીલ બનાવીને સાઇબર ક્રાઈમ દ્વારા આપવામાં આવેલી લિંક પર અપલોડ કરી શકાશે. આ રીલ સ્પર્ધામાં ભાગ લેનારા લોકોને ઈનામ પણ આપવામાં આવશે. રીલ બનાવનાર પ્રથમ ત્રણ ક્રમાંકને ઈનામ પણ આપવામાં આવશે. સાઇબર ક્રાઈમ દ્વારા આ સ્પર્ધાને Think before you clik ટેગલાઈન અપાઈ છે.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો