CSK vs PBKS  :   આજે ચેન્નઈ પ્લેઓફની રેસમાં ટકી રહેવા તો પંજાબ બાજી બગાડવા ઉતરશે મેદાને  

0
465
CSK vs PBKS
CSK vs PBKS

CSK vs PBKS  :  આજે ચેન્નાઈ સુપર કિંગ્સનો સામનો પંજાબ કિંગ્સ સામે થશે. બંને ટીમો વચ્ચેની મેચ એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં સાંજે 7.30 વાગ્યાથી રમાશે. છેલ્લી મેચમાં પંજાબે કોલકાતા નાઈટ રાઈડર્સ સામે 262 રન બનાવી લક્ષ્યનો પીછો કરીને સૌથી મોટી જીત હાંસલ કરી હતી. આવી સ્થિતિમાં CSKને PBKSથી સાવધ રહેવું પડશે,  ચેન્નાઈએ પોઈન્ટ ટેબલમાં આઠમા નંબરે રહેલા પંજાબ સામે સાવચેત રહેવું પડશે, કારણ કે અહીંથી એકપણ હાર તેની પ્લેઓફમાં પહોંચવાની આશાને નુકસાન પહોંચાડી શકે છે.  

CSK vs PBKS

CSK vs PBKS  :   ચેપોકમાં રમાશે મેચ

ચેન્નાઈએ પંજાબ સામે તેના સારા પ્રદર્શનનું પુનરાવર્તન કરવું પડશે અને તમામની નજર કેપ્ટન રુતુરાજ ગાયકવાડ પર રહેશે જેઓ ફોર્મમાં ચાલી રહ્યો છે. ગાયકવાડે તેની છેલ્લી બે ઇનિંગ્સમાં 108 અને 98 રન બનાવ્યા છે અને ન્યૂઝીલેન્ડના ડેરિલ મિશેલે પણ હૈદરાબાદ સામે 32 બોલમાં 52 રન ફટકારીને યોગ્ય સમયે પોતાની લય શોધી કાઢી છે.

CSK vs PBKS

સુપર કિંગ્સના બેટિંગ ઓર્ડરમાં અસલી તોફાન શિવમ દુબે છે, જેણે ઇમ્પેક્ટ પ્લેયર તરીકે આવીને વિરોધી બોલરોને બરબાદ કર્યા છે.  સ્પિન સામે સારી રીતે રમનારા ડાબા હાથના બેટ્સમેન દુબેએ વર્તમાન સિઝનમાં ઝડપી બોલરો સામે અસરકારક પ્રદર્શન કરીને ટીમને મજબુત બનાવી દીધી છે

CSK vs PBKS  :   રહાણેનું બેટ કામ નથી કરી રહ્યું

સુપર કિંગ્સની ઓપનિંગ જોડી અસ્થિર રહે છે. ગાયકવાડે શાનદાર પ્રદર્શન કર્યું છે પરંતુ હવે રચીન રવીન્દ્ર અને અજિંક્ય રહાણે  બંને પોતાના કેપ્ટનને સાથ આપી શકતા નથી. ઓપનિંગ બેટ્સમેન તરીકે રહાણેએ છેલ્લી ચાર ઇનિંગ્સમાં 05, 36, 01 અને 09 રન બનાવ્યા જે તેના અનુભવ અને કૌશલ્યને અનુરૂપ નથી. જો કે ટીમ તેને વધુ તક આપે તેવી પૂરી સંભાવના છે

CSK vs PBKS

બીજી તરફ, પંજાબ કિંગ્સ ટીમ રેકોર્ડ લક્ષ્ય હાંસલ કર્યા પછી ગતિ ચાલુ રાખવા અને પોઈન્ટ ટેબલમાં વર્તમાન આઠમા સ્થાનેથી આગળ વધવા માટે આતુર હશે. આ માટે ટીમને ફરી એકવાર બેટ્સમેનો પાસેથી સંયુક્ત સારા પ્રદર્શનની અપેક્ષા છે.જવાબદારી ફરી એકવાર જોની બેરસ્ટો, શશાંક સિંહ અને પ્રભસિમરન સિંહના ખભા પર હશે, જેમણે નાઈટ રાઈડર્સ વિરુદ્ધ સદી ફટકારી હતી. જોકે, ટીમ વિકેટકીપર બેટ્સમેન જીતેશ શર્માનું વધુ પ્રભાવશાળી પ્રદર્શન ઈચ્છશે.

CSK vs PBKS  :   પંજાબ કિંગ્સનું બોલિંગ આક્રમણ

CSK vs PBKS

રબાડા, હર્ષલ પટેલ, અર્શદીપ સિંહ અને સેમ કુરન જેવા અનુભવી બોલરોની હાજરી છતાં કાગિસો રબાડા  થોડો નબળો લાગે છે. આ સાથે સ્પિનરો હરપ્રીત બ્રાર અને રાહુલ ચહરના સારા પ્રદર્શનની પણ જરૂર છે.   

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો