corona return : દેશમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે ત્યારે ગુજરાતમાં પણ સતત પોઝિટિવ કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. ભારત સરકારના મિનિસ્ટ્રી ઓફ હેલ્થ એન્ડ ફેમિલી વેલ્ફેરના આંકડા પર નજર કરીએ તો આજે સતત બીજા દિવસે કોરોનાના કેસ વધવામાં ગુજરાત દેશમાં ચોથા નંબરે છે. રાજ્યમાં આજે નવા 9 કેસ સામે આવ્યા છે અને કુલ એક્ટિવ કેસની સંખ્યા 32 પર પહોંચી છે. અમદાવાદ શહેરમાં કોરોનાના નવા 6 કેસ નોંધાયા છે, જેમાં ચાર પુરુષ અને બે મહિલા છે.

corona return ના સૌથી વધુ એક્ટિવ કેસ કેરળમાં
દેશમાં આજે સૌથી વધુ (corona return) ના 265 કેસ કેરળમાં, બીજા નંબરે તામિલનાડુમાં 15 કેસ, ત્રીજા નંબરે કર્ણાટકમાં 13 કેસ અને ચોથા નંબરે ગુજરાતમાં 9 કેસ નોંધાયા છે. કેરળમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે અને હાલ કુલ એક્ટિવ કેસની સંખ્યા 2606 પર પહોંચી છે. જ્યારે કર્ણાટકમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 105, તામિલનાડુમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 104 અને ગુજરાતમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 32 પર પહોંચી છે. મહારાષ્ટ્રમાં આજે વધુ corona return ના આઠ નવા કેસ નોંધાતાં એક્ટિવ કેસની સંખ્યા 53 પર પહોંચી છે,

અમદાવાદમાં ગઈકાલે corona ના નવા 6 કેસ નોંધાયા હતા
અમદાવાદમાં કોરોનાના એક્ટિવ કેસ 12 થયા છે. ગઈકાલે એક જ દિવસમાં વધુ 6 કેસ બહાર આવ્યા હતા. આ કેસો નવરંગપુરા, સરખેજ અને નારણપુરામાં નોંધાયા હતા, જેમાં ત્રણ મહિલા અને ત્રણ પુરુષ સંક્રમિત થયાં છે, એક જ દિવસમાં 6 કેસ સામે આવતાં આરોગ્ય વિભાગ એલર્ટ બન્યો છે.
નવા વેરિયન્ટ વચ્ચે કેસમાં વધારો થતાં ચિંતા વધી છે. ત્યારે રાજકોટ કોર્પોરેશને પરિસ્થિતિની ગંભીરતા ધ્યાનમાં રાખીને એક એડવાઇઝરી જાહેર કરી છે. એમાં લોકોને બહાર જાઓ ત્યારે માસ્ક પહેરો એવો ઉલ્લેખ કર્યો છે. ત્યારે આજે નવરંગપુરા, બોડકદેવ અને થલતેજ વિસ્તારમાંથી કેસો નોંધાયા છે. બે દર્દીની ટ્રાવેલ હિસ્ટ્રી મળી છે. પુણે અને સિંગાપોરથી પરત આવ્યા બાદ તેમણે કોરોના ટેસ્ટ કરાવતાં પોઝિટિવ આવ્યા હતા. હાલ તમામ દર્દીઓ હોમ આઇસોલેટ છે. કુલ 18 જેટલા કેસો એક્ટિવ છે.
તમે આ પણ વાંચી શકો છો
દીપિકા પાદુકોણના આ ફેમસ હીરો પર લાગ્યો જાતીય સતામણીનો આરોપ, જાણો શું છે મામલો