દિલ્હીમાં કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે રાજસ્થાનના આરોગ્ય મંત્રાલયના સોમવારે જારી કરાયેલા અહેવાલ મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોનાના 197 નવા કેસ નોંધાયા છે. . જયારે રાજધાની જયપુરમાં કોરોનાના સૌથી વધુ કેસ નોંધાયા છે. સોમવારે દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 484 નવા કેસ નોંધાયા છે. આ દરમિયાન 3 દર્દીઓના મોત થયા છે. અને કોરોનાનો ચેપ દર 26.58 ટકા નોંધાયો છે. તો રાજસ્થાન અને મહારાષ્ટ્રમાં પણ કોરોનાના નવા કેસ સામે આવ્યા છે. આ દરમિયાન રાજ્યમાં ત્રણ દર્દીઓના મોત થયા છે અહીં કોરોનાના 55 નવા કેસ નોંધાયા છે. રાજ્યના આરોગ્ય મંત્રાલયના અહેવાલ મુજબ રાજસ્થાનમાં કોરોનાના સક્રિય કેસની સંખ્યા વધીને 804 થઈ ગઈ છે.