હરિયાણા મહિલા આયોગના અધ્યક્ષનું વિવાદિત નિવેદન,જાણો શું કહ્યું

0
162

હરિયાણા મહિલા આયોગના અધ્યક્ષ રેણૂ ભાટિયાનું એક વિવાદિત નિવેદન સામે આવ્યું છે. ભાટિયાએ પ્રેમના નામે શારિરિક શોષણની ઘટનાઓ મુદ્દે કહ્યું કે ‘OYO રુમ્સમાં છોકરીઓ હનુમાનજીની આરતી કરવા તો જતી નથી, આવી જગ્યાઓ પર જતા પહેલા ધ્યાન રાખવું જોઈએ કે ત્યાં તમારી જોડે ખોટું પણ હોઈ શકે છે’. તેમણે વધુમાં કહ્યું કે લિવ ઈન રિલેશનશિપ કાયદામાં ફેરફાર કરવો જોઈએ કારણ કે તેનાથી મહિલાઓ સાથે જોડાયેલ બાબતોનું પરિણામ લાવી શકાતું નથી. તેમણે કહ્યું, શારીરિક શોષણના જે પણ કેસ આવે છે, તેમાંના મોટા ભાગના લિવ ઈનમાંથી બહાર આવે છે. આ બાબતોમાં હસ્તક્ષેપ કરવો મુશ્કેલ બની જાય છે. કાયદાના કારણે અમારા હાથ બંધાયેલા છે. આ કાયદાને કારણે ગુનાઓ ઘટતા નથી પરંતુ વધી રહ્યા છે. પરિવારો તૂટી રહ્યા છે. તેમણે કહ્યું, પીડિતાએ નિવેદનમાં કહ્યું છે કે આરોપીએ તેને ડ્રિંકમાં કંઈક ભેળવીને પીવડાવ્યું અને પછી તેના પર શારીરિક હુમલો કર્યો. છોકરીઓને ખબર નથી હોતી કે આવી જગ્યાએ કંઈપણ ખોટું થઈ શકે છે.