બિપરજોય વાવાઝોડાંને પગલે કંટ્રોલ રૂમ શરૂ કરાયા

0
186

બિપરજોય વાવાઝોડાંને પગલે કંટ્રોલ રૂમ શરૂ કરાયા

AMCએ હેલ્પ લાઇન નંબર 9978355303 જાહેર કર્યો

કંટ્રોલ રૂમ નંબર 155303 પર પણ ફરિયાદ આપી શકાશે

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કંટ્રોલ રૂમ શરૂ કરાયા

15 અને 16 જૂને અમદાવાદીઓને સાવચેતી રાખવા અપીલ

અમદાવાદમાં પણ બિપરજોય વાવાઝોડાંની અસર થવાની શક્યતા છે.ત્યારે બિપરજોય વાવાઝોડાંને પગલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા  કંટ્રોલ રૂમ શરૂ કરાયા છે AMCએ હેલ્પ લાઇન નંબર 9978355303  જાહેર કર્યો છે.કંટ્રોલ રૂમ નંબર 155303 પર પણ ફરિયાદ આપી શકાશે 15 અને 16 મી તારીખ સુધી અમદાવાદીઓને સાવચેતી રાખવા અપીલ કરાઈ છે.ત્યારે તમામ સાતેય ઝોનમાં કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યા છે.તંત્ર દ્વારા વાવાઝોડાને લઈ તમામ તૈયારી કરી લેવાઈ છે. હોર્ડિંગસનું ચેકીંગ અને ઉતારવાની કામગીરી પણ ચાલી રહી છે. વૃક્ષોનું ટ્રીમિંગ કરવામાં આવ્યું છે. ફાયરની 15 ટીમ, 5 બોટિંગ સ્ટાફ, 5 બોટ તમામ રેસ્ક્યુ ટીમને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે.લોકોને વાવાઝોડાં સમયે ઝાડથી દુર રહેવાની સૂચના આપવામાં આવી છે.

Control rooms were started following Cyclone Biparjoy

અમદાવાદ:બિપરજોય વાવાઝોડાંને લઈને AMCનું તંત્ર એલર્ટ

સાતેય ઝોનમા કન્ટ્રોલ રૂમ ઉભા કરાયા

લોકોને સાવચેત રહેવા અપીલ

રાજ્યમાં 15મી જૂને બિપરજોય વાવાઝોડાંની અસર થવાની શક્યતા છે. વાવાઝોડાંને પગલે તંત્ર પર એલર્ટ થઈ ગયું છે.અમદાવાદમાં પણ બિપરજોય વાવાઝોડાંની અસર થવાની શક્યતા છે.ત્યારે બિપરજોય વાવાઝોડાંને લઈને AMCનું તંત્ર એલર્ટ થઈ ગયું છે. અમદાવાદ શહેરમાં 15મી જૂને  બપોરે ત્રણ કલાકથી રાત્રે 10 કલાક સુધી એએમસી દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે.અમદાવાદમાં  બપોરે ત્રણ કલાક બાદ અમદાવાદ પવનની ગતિ 35 થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. જો અમદાવાદમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસે તો પાણી ભરાય તો વરૂણ પંપો અને ડીવોટરીંગ પંપો પૂરતી સંખ્યામાં છે

વધુ સમાચાર માટે જોતા રહો વી.આર.લાઇવ

સતત સમાચાર માટે જોતા રહો અમારી વેબ સાઈટ