Congress   :  કોંગ્રેસમાં કેમ જૂની સાથે નવી પેઢી પણ પાર્ટી વિરુદ્ધ અવાજ ઉંચો કરી રહી છે ?

0
202
Congress
Congress

Congress  :  આગામી લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસની મુસીબતો ઓછી થવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. મહારાષ્ટ્રથી લઈને ગુજરાત સુધી પાર્ટીની અંદર બળવાના અવાજો ઉઠી રહ્યા છે. ગુજરાતની ભરૂચ બેઠકને લઈને સ્વર્ગસ્થ નેતા અહેમદ પટેલના પુત્ર ફેઝલ અને પુત્રી મુમતાઝ પટેલે નારાજગી વ્યક્ત કરી છે. બીજીબાજુ મહારાષ્ટ્રના મોટા નેતા બાબા સિદ્દીકીના પુત્ર જીશાને પણ કોંગ્રેસ હાઈકમાન્ડ વિરુદ્ધ આકરી ટીપ્પણી કરી છે. મધ્યપ્રદેશમાં પણ પુત્ર માટે પિતા કમલનાથ કોંગ્રેસની સામે પડી રહ્યા હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે.

Congress

Congress  :  દેશમાં સામાન્ય ચૂંટણીની તારીખ થોડા દિવસોમાં જાહેર થઈ શકે છે. તમામ પક્ષો ચૂંટણીની તૈયારીઓમાં વ્યસ્ત છે. જોકે કોંગ્રેસ માટે માથાનો દુખાવો ઓછો થઈ રહ્યો નથી. મહારાષ્ટ્રથી લઈને ગુજરાત સુધી નવી પેઢીની નજર કોંગ્રેસ હાઈકમાન્ડ પર છે. જે ચૂંટણી પહેલા કોંગ્રેસ હાઈકમાંડનું નાક દબાવાનો પ્રયાસ કરી રહી છે.

Congress સ્વ.અહેમદ પટેલના પુત્ર અને પુત્રીની કોંગ્રેસ હાઈકમાંડને ખુલ્લી ચેતવણી

Congress

ગુજરાત કોંગ્રેસની વાત કરીએ કોંગ્રેસના સ્વર્ગસ્થ પૂર્વ દિગ્ગજ નેતા અહેમદ પટેલના પુત્ર અને પુત્રી કોંગ્રેસ હાઈકમાંડને ખુલ્લી ચેતવણી આપી રહ્યા છે, ફૈઝલ ​​પટેલે ભરૂચ બેઠકને લઈને કોંગ્રેસ હાઈકમાંડ ચેતવણી આપી છે. ફૈઝલે કહ્યું કે જો ઇન્ડિયા ગઠબંધન હેઠળ ભરૂચની બેઠક આમ આદમી પાર્ટીને આપવામાં આવશે તો કોંગ્રેસના કાર્યકરો અને તેમના પરિવારજનો તેનો વિરોધ કરશે.

Congress : વાસ્તવમાં ભરૂચ બેઠક સહિત આમ આદમી પાર્ટીને લોકસભાની બે બેઠકો આપવા કોંગ્રેસ સહમત થયાના સંકેતો મળી રહ્યા છે. જેને લઈને કોંગ્રેસના સ્વર્ગીય દિગ્ગજ નેતા અહેમદ પટેલના પુત્ર ફેઝલમાં નારાજગી જોવા મળી રહી છે. ભરૂચ એક સમયે કોંગ્રેસના દિગ્ગજ દિવંગત અહેમદ પટેલનું ગઢ હતું. તેમના પુત્ર ફૈઝલ પટેલ અને પુત્રી મુમતાઝ પટેલ ભરૂચમાંથી ઉમેદવારી નોંધાવી રહ્યા છે.

Congress  :  કોંગ્રેસ હાઈકમાન્ડથી નારાજ જીશાન સિદ્દીકી

Congress

બીજીબાજુ મહારાષ્ટ્રમાં પૂર્વ ધારાસભ્ય બાબા સિદ્દીકીના પુત્ર જીશાન સિદ્દીકીએ પાર્ટી વિરુદ્ધ મોરચો ખોલ્યો છે. જીશાનના પિતા બાબા સિદ્દીકી થોડા દિવસો પહેલા કોંગ્રેસ છોડીને NCP અજિત પવાર જૂથમાં જોડાયા હતા. હવે જીશાને કોંગ્રેસ હાઈકમાન્ડ પર મોટા આરોપો લગાવ્યા છે. જીશાન સિદ્દીકીએ કહ્યું કે કોંગ્રેસ પોતાને લઘુમતીઓની સેવા કરનારી ગણાવે છે, પરંતુ હવે તેણે લઘુમતીઓના નામે ઢોંગ કરવાનું બંધ કરવું જોઈએ.

તમને જણાવી દઈએ કે બે દિવસ પહેલા જ જીશાનને મુંબઈ યુથ કોંગ્રેસના અધ્યક્ષ પદ પરથી હટાવી દેવામાં આવ્યા હતા. આ પછી જીશાને પ્રેસ કોન્ફરન્સ કરી. તેમણે કહ્યું કે મારા પિતા જ્યારે NCP અજિત પવારના જૂથમાં જોડાયા ત્યારે પણ મેં કહ્યું હતું કે હું માત્ર કોંગ્રેસમાં જ છું. મારી વિચારધારા કોંગ્રેસ સાથે જોડાયેલી છે. મારા મંતવ્યો આટલી સ્પષ્ટ રીતે વ્યક્ત કરવા છતાં મને યુથ કોંગ્રેસના હોદ્દા પરથી દૂર કરવામાં આવ્યો, આ દુર્ભાગ્યપૂર્ણ છે.

Congress  :  મધ્યપ્રદેશના પૂર્વ સીએમ કમલનાથ પણ નારાજ

Congress

બીજીબાજુ પુત્રપ્રેમમાં કોંગ્રેસના દિગ્ગજ નેતા અને મધ્યપ્રદેશમાં પૂર્વ સીએમ કમલનાથ પણ કોંગ્રેસથી નારાજ ચાલી રહ્યા છે,  મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કમલનાથ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાઈ શકે છે. આ પ્રકારની અટકળો રાજકીય વર્તુળોમાં ઘણી જોવા મળી રહી છે. કમલનાથ હોય કે જીતુ પટવારી, દિગ્વિજય સિંહ હોય કે કોંગ્રેસ પાર્ટીના અન્ય નેતાઓ. બધાએ આ સમાચારને નકારી કાઢ્યા છે. પરંતુ સૂત્રોનું માનીએ તો કમલનાથ હાલમાં કોંગ્રેસ પાર્ટીથી નારાજ છે. વાસ્તવમાં મધ્યપ્રદેશમાં એક રાજ્યસભા બેઠક કોંગ્રેસના પક્ષમાં હતી. આવી સ્થિતિમાં, આ બેઠક પરથી રાજ્યસભામાં જનારાઓમાં કમલનાથનું નામ પણ હતું, જેની ચર્ચા થઈ રહી હતી. પરંતુ કમલનાથને રાજ્યસભામાં મોકલવામાં આવ્યા ન હતા.

Congress  :  લોકસભામાં વિરોધ પક્ષના નેતા અધીર રંજન ચૌધરી પણ નારાજ

Congress

લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ ઇન્ડિયા ગઠબંધનમાં તિરાડ ભરવામાં વ્યસ્ત છે. કોંગ્રેસના મોટા નેતાઓ ઇન્ડિયા ગઠબંધન ભાગીદારો સાથે વાત કરી રહ્યા છે. આ જ કારણ છે કે પશ્ચિમ બંગાળમાં સીટ વહેંચણીને લઈને કોંગ્રેસ અને ટીએમસી વચ્ચે ફરી એકવાર વાતચીત શરૂ થઈ છે. સૂત્રોનું માનીએ તો બંને પક્ષો સાથે મળીને લોકસભા ચૂંટણી લડી શકે છે, પરંતુ આ બધા વચ્ચે એવા સમાચાર છે કે પશ્ચિમ બંગાળ કોંગ્રેસના અધ્યક્ષ અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા અધીર રંજન ચૌધરી પોતાની પાર્ટીથી નારાજ છે.  

આમ લોકસભા ચૂંટણી માથે છે ત્યારે સીટ શેરીંગની ગુંચવણ અને નેતાઓની નારાજગી એમ કોંગ્રેસ હાલ બેવડો માર ઝીલી રહી છે, કોંગ્રેસ હાઈકમાંડ આ સમસ્યાનો સામનો કેવી રીતે કરે છે અને તેનું પરિણામ ચૂંટણીમાં શું આવશે તે તો સમય જ બતાવશે.

लेटेस्ट खबरो के लिए  यहाँ क्लिक करे

यूट्यूब चैनल पर शॉर्ट्स देखने के लिए यहाँ क्लिक करे

पंजाब में और क्या चल रहा है – यहाँ से क्लिक कर के जाने

दिलचस्प खबरों के लिए यहाँ क्लिक करे