CONGRESS  : ગુજરાતમાં કોંગ્રેસમાંથી 7 ઉમેદવારનાં નામ લગભગ નક્કી . આજે આવી શકે છે યાદી

0
124
CONGRESS
CONGRESS

CONGRESS  : લોકસભાની ચૂંટણીને લઈ તમામ પાર્ટીઓમાં ઉમેદવારોની પસંદગી પર આખરી મહોર મારવાની જોરશોરથી તૈયારી ચાલી રહી છે. ગુજરાતમાં ભાજપે અત્યાર સુધીમાં 22 ઉમેદવાર જાહેર કર્યા છે, જ્યારે કોંગ્રેસે 7 ઉમેદવાર જાહેર કર્યા છે તેમજ આમ આદમી પાર્ટીએ બે ઉમેદવાર જાહેર કર્યા છે. આજે કોંગ્રેસ ઉમેદવારોની વધુ એક યાદી બહાર પાડી શકે છે. ત્યારે ગુજરાતની 7 બેઠક પર કોંગ્રેસના 7 ઉમેદવાર નક્કી હોય એવું રાજકીય સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.   

CONGRESS

CONGRESS  આ 7 બેઠક પર આ નામ પર મહોર લાગી શકે છે

  1. છોટાઉદેપુર- સુખરામ રાઠવા
  2. સાબરકાંઠા- તુષાર ચૌધરી
  3. દાહોદ- પ્રભાબેન તાવિયાડ
  4. આણંદ- અમિત ચાવડા
  5. ખેડા- કાળુસિંહ ડાભી
  6. પાટણ- ચંદનજી ઠાકોર
  7. પંચમહાલ- ગુલાબસિંહ ચૌહાણ

CONGRESS  : અમદાવાદ પૂર્વ બેઠકના ઉમેદવારનો ચૂંટણી લડવા ઇનકાર

CONGRESS


સાતેય સંભવિત ઉમેદવારોને ફોન કરી પ્રચાર કામમાં લાગી જવા હાઈકમાન્ડે સૂચના આપી હોવાનું સૂત્રો કહે છે. ગુજરાતની અન્ય બેઠકો માટે કોંગ્રેસ આજે બીજી યાદી જાહેર કરી શકે છે. અગાઉ ગુજરાતની 7 બેઠક પર કોંગ્રેસે ઉમેદવારોનાં નામ જાહેર કર્યા હતા. 7 બેઠક પૈકી અમદાવાદ પૂર્વ બેઠકના ઉમેદવાર રોહન ગુપ્તાએ ચૂંટણી લડવા ઇનકાર કર્યો છે.

CONGRESS  : I.N.D.I.A. ગઠબંધન અને ભાજપ વચ્ચે ચૂંટણીજંગ

CONGRESS


ગુજરાતમાં I.N.D.I.A. ગઠબંધન અને ભાજપ વચ્ચે લોકસભામાં ચૂંટણીજંગ જામશે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી (AAP) વચ્ચે બેઠકોની વહેંચણી થઈ ગઈ છે, જેમાં ગુજરાતની 24 બેઠક પર કોંગ્રેસ અને બે બેઠક ભરૂચ અને ભાવનગર પર AAP લડશે. જેમાં ભરૂચ બેઠક પર AAPના ઉમેદવાર ચૈતર વસાવા અને ભાવનગર બેઠક પર ઉમેશ મકવાણા ભાજપ સામે ચૂંટણી લડશે.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો