એગ્ઝિટ પોલમાં કોંગ્રેસ સૌથી મોટી પાર્ટી

0
40

કર્ણાટકમાં મતદાન પુર્ણ થયુ છે, અને 13 મેના દિવસે પરિણામો આવી જશે કે કોની સરકાર બનશે, પણ તેની પહેલા વિવિધ ન્યૂઝ ચેનલોના જે એગ્ઝિટ પોલ સામે આવ્યા છે,,તેમાં કોંગ્રેસ સૌથી મોટી પાર્ટી અથવા તો બહુમતનો આકડો ક્રોસ કરતી દેખાઇ રહી છે,

વાત કરીએ આજતક ની

તેની મુજબ, કોંગ્રેસને 122થી 140 સીટો મળી રહી જ્યારે ભાજપને 62થી 80 સીટો, જેડીએસના 23થી 25 સીટો મળશે, તેવો અનુમાન કરાયો છે,

એબીપી સીવોટરની વાત કરી એ તો 

કોંગ્રેસને 100થી 122, ભાજપને 83થી 95 સીટો, જેડીએસને 21થી 29 સીટો મળવાનું અનુમાન છે,

જ્યારે ઝી ન્યૂઝ મટ્રીઝ પ્રમાણે વાત કરીએ તો

કોગ્રેસને 103થી 118, ભાજપને 80થી 94, જેડીએસને 25થી 33 જ્યારે અન્ય પાસે  મહત્તમ 5 સીટો જશે,

રિપબ્લિક પી માર્ક્યુના એગ્ઝિટ પોલની વાત કરીએ તો

કોંગ્રેસ 94થી 108, ભાજપ 85થી 100 જ્યારે જેડીએસ 24થી 32 સીટો મળશે

ટીવીનાઇન ભારત વર્ષ અને પોલ સ્ટ્રેટના એગ્ઝિટ પોલની વાત કરીએ તો

કોંગ્રેસ 99થી 109, ભાજપ 88થી 98, જેડીએસને 21થી 26 સીટો મળી શકે છે,

ન્યૂઝ નેશન સીજેએસની વાત કરીએ તો તેણે ભાજપને સૌથી મોટી પાર્ટી એટલે કે 114 સીટો આપી છે,જ્યારે કોંગ્રેસને 86 જ્યારે જેડીએસને 21 અને અન્યને 3 સીટો આપી છે,

આમ ખબર તો 13એ બપોર સુધી પડશે, હાલ આ એગ્ઝિટ પોલથી ભાજપની ઊંઘ હરામ થઇ છે, અને કોગ્રેસ ઉજવણીના મોડમાં છે,

વધુ સમાચારો માટે જોતા રહો વીઆર લાઇવ ન્યૂઝ

વધુ સમાચારો માટે જોતા રહો અમારી વેબ સાઇટ