HomeDeshકર્ણાટક વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસે ઉમેદવારોની કરી ત્રીજી યાદી જાહેર, ભાજપ છોડનાર...

કર્ણાટક વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસે ઉમેદવારોની કરી ત્રીજી યાદી જાહેર, ભાજપ છોડનાર પૂર્વ ડેપ્યુટી સીએમને આપી ટિકિટ

કર્ણાટક વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસે તેની ત્રીજી યાદી જાહેર કરી છે. પાર્ટીએ 43 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. યાદીમાં પૂર્વ ડેપ્યુટી સીએમ લક્ષ્મણ સાવડીને અથાણી સીટથી ટિકિટ મળી છે. પૂર્વ ડેપ્યુટી સીએમ લક્ષ્મણ સાવડી એક દિવસ પહેલા જ ભાજપ તરફથી ટિકિટ ન મળતા કોંગ્રેસમાં જોડાયા હતા. તેમણે કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ ડીકે શિવકુમારની સામે પક્ષની સદસ્યતા મેળવી હતી. ડીકે શિવકુમાર અને સિદ્ધારમૈયાને મળ્યા બાદ સાવડી કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા હતા. ટિકિટ કાપવાથી નારાજ લક્ષ્મણ સાવડીએ ભાજપના પ્રાથમિક સભ્યપદ અને વિધાન પરિષદના સભ્યપદેથી રાજીનામું આપી દીધું હતું. લક્ષ્મણ સાવડી અથાણીથી ત્રણ વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે. ગત ચૂંટણીમાં તેમને કોંગ્રેસના તત્કાલિન ઉમેદવાર મહેશ કુમથલ્લીની સામે હારનો સામનો કરવો પડ્યો હતો.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments