પ્રયાગરાજમાં અતીકની કબર પર કોંગ્રેસ નેતાએ લગાવ્યો તિરંગો

0
139

પ્રયાગરાજમાં અતીક અહેમદને લઈને વિવાદાસ્પદ નિવેદન આપનાર કોંગ્રેસના નેતાને પાર્ટીએ બહારનો રસ્તો બતાવી દીધો છે.  કોંગ્રેસના નેતા અને કાઉન્સિલરના ઉમેદવાર રાજકુમાર ઉર્ફે રજ્જુ ભૈયાએ અતીક અહેમદની કબર પર તિરંગો લગાવ્યો હતો. ત્યાર બાદ હવે પોલીસે તેમને કસ્ટડીમાં લીધા છે અને તેમના પર કાર્યવાહી શરૂ કરી છે. પાર્ટીએ તરત જ આ અંગે નોંધ લીધી અને તેમને સસ્પેન્ડ કરી દીધા હતા. કોંગ્રેસના નેતા રાજકુમારે તો અતીક અહેમદને શહીદ જાહેર કર્યા હતા. આટલું જ નહીં તેમને ભારત રત્ન આપવાની માંગ પણ કરવામાં આવી હતી. જ્યારે તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો ત્યારે શહેર કોંગ્રેસ સમિતિ પ્રયાગરાજે તેમને 6 વર્ષ માટે પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દીધા હતા.કોંગ્રેસે તેને રાજકુમારનું અંગત નિવેદન ગણાવ્યું છે અને કહ્યું છે કે તેમની સાથે તેમને કોઈ લેવાદેવા નથી. તેમની કાઉન્સિલરની ઉમેદવારી પણ પાછી ખેંચી લેવામાં આવી છે. રાજકુમાર ઉર્ફે રજ્જુ ભૈયાએ રાજ્યની યોગી આદિત્યનાથ સરકાર પર અતિકની હત્યા કરાવવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે મુખ્યમંત્રીના રાજીનામાની માંગ કરી હતી. તેમના નિવેદનની દરેક જગ્યાએ ટીકા થઈ રહી છે.