રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખડે રાહુલ ગાંધીનો નામ લીધા વગર તેમના પર પ્રહાર કર્યા હતાં.કોંગ્રેસે આ અંગે જગદીપ ધનખડ પર વળતો પ્રહાર કર્યો છે.જગદીપ ધનખડના નિવેદન અંગે કોંગ્રેસે કહ્યું છે કે ‘રાજ્યસભાના અધ્યક્ષ નિષ્પક્ષ હોવા જોઈએ અને તેમણે હંમેશા સરકારના વખાણ ન કરવા જોઈએ. કોંગ્રેસના વરિષ્ઠ નેતા જયરામ રમેશે ટ્વીટ કરીને લખ્યું કે, ‘પહેલા તમે આ સલાહ તેમને આપો જેમણે 2015માં આની શરૂઆત કરી હતી. તે પછી બીજાને આ વાત જણાવો. બીજું, અધ્યક્ષ નિષ્પક્ષ હોવા જોઈએ અને હંમેશા સરકારના વખાણ ન કરવા જોઈએ.