Congress : પત્રકાર પરિષદમાં વોશિંગ મશીન લઈને આવ્યા કોંગ્રેસ નેતા, કર્યા ભાજપ પર આક્ષેપો  

0
130
Congress
Congress

Congress : લોકસભા ચૂંટણીનો ઢોલ વાગી ચુક્યો છે, પ્રથમ તબક્કાના મતદાનમાં  એક મહિનાથી પણ ઓછો સમય બાકી રહ્યો છે, ત્યારે રાજકીય પાર્ટીઓ એક બીજાપર આક્ષેપ પ્રતીઆક્ષેપ કરવા લાગી છે,    કોંગ્રેસનેતા પવન ખેડાએ શનિવારે પત્રકાર પરિષદ યોજી હતી. અને ભાજપ પર આક્ષેપો કર્યા હતા,  

Congress : પત્રકાર પરિષદમાં વોશિંગ મશીન લઈને આવ્યા કોંગ્રેસ નેતા

કોંગ્રેસનેતા પવન ખેડાએ  પત્રકાર પરિષદમાં એક વોશિંગ મશીન લઈને આવ્યા હતા  એના પર BJP વોશિંગ મશીન લખેલું હતું. ખેડાએ જણાવ્યું હતું કે ભાજપ પક્ષમાં જોડાતાંની સાથે જ જે નેતાઓ પર કરોડોના કૌભાંડનો આરોપ છે તેમના તમામ કેસ પાછા ખેંચી લેવામાં આવે છે.અને તે દૂધ જેવા સફેદ ઉજળા થઇ જાય છે.  

Congress : તેમણે વધુમાં કહ્યું હતું કે ભાજપ પાસે એવું વોશિંગ મશીન છે, જેમાં તમે 10 વર્ષ જૂનો કેસ મૂકી દો તોપણ આરોપી એકદમ ઊજળા થઈ જાય છે. મશીનની સાથે મોદી વોશિંગ પાઉડર આ કમાલ કરે છે. ખેડાએ એક પેપર પણ જાહેર કરીને આરોપ લગાવ્યો હતો કે કેન્દ્રીય તપાસ એજન્સીઓ સીબીઆઈ, ઈડી અને ઈન્કમટેક્સ વિભાગનો વિપક્ષી નેતાઓને ડરાવવા માટે દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે.

Congress

Congress : ખેડાએ વિપક્ષના 51 કેસ ગણાવ્યા, જેમની સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ સિવાય તેમણે 20 કેસ ગણાવ્યા, જેમાં સત્તાધારી પક્ષના નેતાઓ અને તેમની નજીકની પાર્ટીના નેતાઓ સામે કેસ નોંધાયા હતા, પરંતુ તેમની સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી.

ખેડાએ જણાવ્યું હતું કે એનસીપીના નેતા પ્રફુલ્લ પટેલ તેનું જીવતું-જાગતું ઉદાહરણ છે. ભાજપે તેમના પર અબજો રૂપિયાના કૌભાંડનો આરોપ લગાવ્યો હતો. જ્યારે તેઓ એનસીપી છોડીને ભાજપમાં જોડાયા ત્યારે તેમના તમામ ડાઘ સાફ થઈ ગયા હતા. આસામના સીએમ હિમંતા સરમાની કહાની પણ આવી જ છે.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો