Congress candidates list : પહેલા ભાજપ અને હવે કોંગ્રેસે પણ લોકસભા ચૂંટણી માટે ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. એક દિવસ પહેલા કોંગ્રેસની CEC બેઠકમાં નામો નક્કી કરવામાં આવ્યા હતા અને આજે પાર્ટી નેતૃત્વએ ઉમેદવારોના નામની જાહેરાત કરી હતી.

Congress candidates list : રાહુલ ગાંધી ફરી એકવાર વાયનાડ સીટ પરથી ચૂંટણી લડશે

કોંગ્રેસે આગામી લોકસભા ચૂંટણી માટે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. ચૂંટણી પંચે હજુ સુધી લોકસભા ચૂંટણીની તારીખો જાહેર કરી નથી, આ પહેલા કોંગ્રેસના ઉમેદવારોની પ્રથમ યાદી બહાર આવી ગઈ છે. કોંગ્રેસે 39 બેઠકો માટે ઉમેદવારોની જાહેરાત કરી છે. રાહુલ ગાંધી ફરી એકવાર વાયનાડ સીટ પરથી ચૂંટણી લડતા જોવા મળશે. છત્તીસગઢના પૂર્વ સીએમ ભૂપેશ બઘેલ આ વખતે રાજનાંદગાંવથી ચૂંટણી લડશે. પાર્ટીએ દિલ્હીમાં કોંગ્રેસના મુખ્યાલયમાં પત્રકાર પરિષદમાં ઉમેદવારોના નામની જાહેરાત કરી. નોંધનીય છે કે કોંગ્રેસની પ્રથમ યાદીમાં ગુજરાતના એકપણ સીટ માટે ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી નથી.
Congress candidates list : 15 જનરલ કેટેગરી, અને 24 એસસી, એસટી, ઓબીસીને અપાઈ ટીકીટ
કોંગ્રેસના મહામંત્રી કે.સી. વેણુગોપાલે કહ્યું કે અમે આજે 39 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી રહ્યા છીએ. જેમાં કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી અને છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બઘેલનો સમાવેશ થાય છે. આ યાદીમાં 15 લોકો જનરલ કેટેગરીના છે અને 24 લોકો એસસી, એસટી, ઓબીસી અને લઘુમતી કેટેગરીના છે. કોંગ્રેસની પ્રથમ યાદીમાં 39 ઉમેદવારોના નામ છે. જેમાં જાંજગીર ચંપાથી શિવકુમાર દહિયા, રાજનાંદગાંવથી ભૂપેશ બઘેલ, તિરુવનંતપુરમથી શશિ થરૂર, વાયનાડથી રાહુલ ગાંધી, બેંગલુરુ ગ્રામીણથી ડીકે સુરેશ ચૂંટણી લડશે.
Congress candidates list : કોંગ્રેસના ઉમેદવારોની પ્રથમ યાદીના એક દિવસ પહેલા પાર્ટીની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક યોજાઈ હતી. ગુરુવારે યોજાયેલી આ બેઠકમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, સોનિયા ગાંધી, સચિન પાયલોટ સહિત અનેક અગ્રણી નેતાઓ હાજર રહ્યા હતા. રાહુલ ગાંધી હાલમાં ભારત જોડો ન્યાય યાત્રામાં વ્યસ્ત છે, તેથી તેમણે કોંગ્રેસની સીઈસી બેઠકમાં હાજરી આપી ન હતી. તમને જણાવી દઈએ કે આ પહેલા ભાજપે ઉમેદવારોની પ્રથમ યાદી પણ જાહેર કરી દીધી છે.
લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો
યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો
ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો
રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો