Congress Bank Account Freeze: કોંગ્રેસને કેન્દ્ર સરકાર પર મોટો આરોપ લગાવ્યો છે. કોંગ્રેસે કહ્યું છે કે કોંગ્રેસ તથા યુથ કોંગ્રેસના અકાઉન્ટને ફ્રીઝ એટલે કે તેમાં વ્યવહારને સ્થગિત કરી દેવામાં આવ્યા છે. અજય માકને પ્રેસ કોન્ફરન્સમાં આ અંગે માહિતી આપી છે. તેમણે કહ્યું છે કે અકાઉન્ટ ફ્રીઝ થઈ જવાને પગલે પગાર કે બિલની ચુકવણી કરવા માટે પૈસા નથી.
Congress Bank Account Freeze : લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસના પ્રવક્તા અજય માકને મોટો દાવો કર્યો છે. તેમણે કહ્યું કે કોંગ્રેસ પાર્ટીના તમામ ખાતાઓ ફ્રીઝ કરી દેવામાં આવ્યા છે એટલે કે લોકશાહીના તમામ દરવાજા બંધ કરી દેવામાં આવ્યા છે. એકાદ-બે સપ્તાહમાં ચૂંટણીની જાહેરાત થવાની છે. આવી સ્થિતિમાં આવું કરવું સરમુખત્યાર છે.
Congress Bank Account Freeze : અજય માકને કહ્યું, ‘કોંગ્રેસ પાર્ટીના ખાતા ફ્રીઝ કરી દેવામાં આવ્યા છે. આપણા દેશમાં તાળાબંધી થઈ છે. આપણા દેશમાં લોકશાહી ફ્રીઝ થઈ ગઈ છે. ચૂંટણીની તારીખો જાહેર થવાને હવે અઠવાડિયા બાકી છે.દરમિયાન સરકાર આ પગલું ભરીને શું સાબિત કરવા માંગે છે? દેશની મુખ્ય પાર્ટીઓના ખાતા ફ્રીઝ કરી દેવામાં આવ્યા છે. આવકવેરા વિભાગે રૂ. 210 કરોડની રિકવરી માંગી છે.
Congress Bank Account Freeze : લોકતંત્રની હત્યા થઇ રહી છે
કોંગ્રેસ નેતાએ આગળ કહ્યું કે 2018ના આવકવેરા રિટર્નને આધાર બનાવી કરોડો રૂપિયાની માગણી કરવામાં આવી રહી છે. આ ખૂબ જ શરમજનક વાત છે. લોકતંત્રની હત્યા થઇ રહી છે. લોકસભા ચૂંટણી પહેલાં અમારા એકાઉન્ટ્સ ફ્રીઝ કરી દેવામાં આવ્યા . કોંગ્રેસ પાર્ટી મેમ્બરશીપ ડ્રાઈવના માધ્યમથી યુથ કોંગ્રેસ દ્વારા પૈસા એકત્રિત કરે છે અને તે પણ ફ્રીઝ કરી દેવામાં આવ્યા.
लेटेस्ट खबरो के लिए यहाँ क्लिक करे
यूट्यूब चैनल पर शॉर्ट्स देखने के लिए यहाँ क्लिक करे
पंजाब में और क्या चल रहा है – यहाँ से क्लिक कर के जाने
दिलचस्प खबरों के लिए यहाँ क्लिक करे