Bharat Bandh :  ખેડૂતોનું દેશભરમાં વિરોધ પ્રદર્શન,પંજાબ સજ્જડ બંધ, દિલ્હીની હાલત થઇ ખસ્ત્તા    

0
176
Bharat Bandh
Bharat Bandh

Bharat Bandh : ખેડૂતોની દિલ્હી ચલો માર્ચને આજે ચોથો દિવસ છે. ખેડૂત સંગઠનો અને કેન્દ્ર સરકાર વચ્ચે આશરે પાંચ કલાક સુધી બેઠક યોજાઈ હતી, જોકે તેનું કોઈ પરિણામ આવ્યું ન હતું. દરમિયાન સંયુક્ત કિસાન મોર્ચાએ આજે સાંજે 4 વાગ્યા સુધી ભારત બંધનું આહવાન કર્યું છે. અનેક ટ્રક અને ટ્રેડ યુનિયન પણ બંધમાં સામેલ થયા છે.

Bharat Bandh : દિલ્હી સીમા પર ટ્રાફિકજામ

Bharat Bandh

ખેડૂત સંગઠનો સહિત તમામ કેન્દ્રીય યુનિયનોએ આજે દેશભરમાં ભારત બંધનું આહવાન કર્યું છે. તેને પગલે શુક્રવારે દિલ્હી-NCRમાં ખાસ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. અનેક વિસ્તારોમાં ભારે ટ્રાફિક જામ જોવા મળ્યો હતો. બીજી બાજુ દિલ્હી સીમા પર ટ્રાફિકજામ થઈ ગયો છે. ગાઝીપુર બોર્ડર પર અનેક કિલોમીટર સુધી લાંબી લાઈન જોવા મળી રહી છે. મોટા મોટા વાહનો સહિત કાર, ઓટો અને બાઈક જોવા મળે છે.દિલ્હીના અનેક વિસ્તારોમાં પણ ટ્રાફિકની સમસ્યા જોવા મળી છે. દરમિયાન લોકોને મેટ્રોનો ઉપયોગ કરવાની અપીલ કરવામાં આવી છે.

Bharat Bandh : આંદોલનમાં પ્રથમ ખેડૂતનું મોત

Bharat Bandh

પંજાબના ખેડૂતોની દિલ્હી કૂચનો આજે (16 ફેબ્રુઆરી) ચોથો દિવસ છે. પ્રદર્શન દરમિયાન ટીયર ગેસના શેલથી ઘાયલ થયેલા ખેડૂત જ્ઞાન સિંહનું મોત થયું હતું. તેઓ ગુરદાસપુરના રહેવાસી હતા. આ આંદોલનમાં મોતનો આ પહેલો કિસ્સો છે.

સંયુક્ત કિસાન મોરચા અને મજદુર સંઘે આજે ગ્રામ્ય ભારત બંધનું એલાન આપ્યું છે. આજે ગામડાઓમાં દુકાનો બંધ રાખવા અને ખેડૂતોને ખેતરમાં કામ ન કરવા કહેવામાં આવ્યું છે. હવે હરિયાણામાં પણ ખેડૂતોના સમર્થનમાં પ્રદર્શનની તૈયારીઓ ચાલી રહી છે. BKU (ચઢુની)ના કાર્યકરો આજે હરિયાણામાં બપોરે 12 થી 3 વાગ્યા સુધી તમામ ટોલ ફ્રી કરાવશે.

Bharat Bandh : ત્રીજા તબક્કાની વાતચીત નિષ્ફળ

Bharat Bandh

ગુરુવારે ચંદીગઢમાં ખેડૂત નેતાઓ અને કેન્દ્રીય મંત્રીઓ વચ્ચેની ત્રીજી રાઉન્ડની વાતચીત પણ નિષ્ફળ રહી. જે રાત્રે 8 વાગ્યાથી લગભગ 1:30 વાગ્યા સુધી ચાલી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, સરકારે MSP પર કાયદો બનાવવા માટે એક સમિતિ બનાવવાનો પ્રસ્તાવ મૂક્યો હતો, જેમાં ખેડૂતો અને સરકાર બંનેના પ્રતિનિધિઓ હશે. ખેડૂત નેતાઓ MSP ગેરંટી પર મક્કમ રહ્યા હતા.

Bharat Bandh  : પંજાબમાં સરકારી અને ખાનગી બસો બંધ

Bharat Bandh

ખેડૂતોના ભારત બંધને પંજાબમાં ખાનગી બસ ઓપરેટરોનું પણ સમર્થન મળ્યું છે. આ સિવાય સરકારી PRTC અને પંજાબ બસ એમ્પ્લોઈઝ યુનિયને પણ ખેડૂતોને સમર્થન આપ્યું છે. જેના કારણે પંજાબમાં સરકારી અને ખાનગી બસો બંધ છે.

लेटेस्ट खबरो के लिए  यहाँ क्लिक करे

यूट्यूब चैनल पर शॉर्ट्स देखने के लिए यहाँ क्लिक करे

पंजाब में और क्या चल रहा है – यहाँ से क्लिक कर के जाने

दिलचस्प खबरों के लिए यहाँ क्लिक करे