આગામી 8 અને 9 એપ્રિલે કોંગ્રેસની CWC ની બેઠક અને કોંગ્રેસનું અધિવેશન યોજાવાનું છે. જેમાં દેશભરમાંથી 1700 ડેલીગેટ હાજર રહેવાના છે ત્યારે ડેલીગેટ સાથે NSUI અને યુથ કોંગ્રેસના 500 હોદેદારો volunteer હાજર રહેશે.હોટેલથી કાર્યક્રમ સ્થળ સુધી,કાર્યક્રમ સ્થળથી હોટલ સુધી આ કાર્યકરો સતત હાજર રહેશે. કોંગ્રેસના અધિવેશન માટે 7 થી 9 એપ્રિલ દરમિયાન દેશભરમાંથી 1700 ડેલીગેટ અમદાવાદ આવશે. અમદાવાદ એરપોર્ટથી હોટલ સુધી ટ્રાન્સપોર્ટ કમિટી ડેલિગેટને લઈને આવશે.

NSUI અને યુથ કોંગ્રેસ
આ ડેલીગેટને હોટેલથી કાર્યક્રમ સ્થળ અને અન્ય જગ્યાએ લઈ જવા માટે તથા ગાઈડ કરવા NSUI અને યુથ કોંગ્રેસના 500 હોદેદારો હાજર રહેવાના છે. ડેલીગેટ માટે અમદાવાદની 35 હોટલમાં 1700થી વધુ રૂમ બુક કરાવવામાં આવ્યા છે.તમામ હોટલ પર NSUI અને યુથ કોંગ્રેસના હોદેદારો સફેદ ટીશર્ટમાં હાજર રહેશે.આ હોદેદારો ડેલીગેટની સાથે રહેશે.ડેલીગેટ જ્યાં જશે ત્યાં તેમની સાથે રહેશે અને તેમને ગાઈડ કરશે.હોટેલથી કાર્યક્રમ સ્થળ અને અન્ય જગ્યાઓ પર પણ હોદેદારો ડેલીગેટ સાથે જશે. કોંગ્રેસ કાર્યકારી પ્રમુખ ઇન્દ્રવિજય સિંહ ગોહિલ દ્વારા જણાવ્યું કે રાજ્યમાં આ અધિવેશન થી કોંગ્રેસમાં નવા પ્રાણ ફૂંકાશે અને આગામી સમયમાં સંગઠન મજબૂત બનશે..

CWC ની બેઠક અને કોંગ્રેસનું અધિવેશન
યુથ કોંગ્રેસના પ્રમુખ હરપાલસિંહ ચુડાસમાએ જણાવ્યું કે અધિવેશન માટે 18 કમિટી બનાવવામાં આવી છે તે તમામ કમિટીમાં NSUI અને યુથ કોંગ્રેસના હોદેદારો છે.આ ઉપરાંત 500 હોદેદારો વોલેન્ટયર તરીકે 35 હોટલ પર હાજર રહેશે જે બહારથી આવતા ડેલીગેટ સાથે સતત સંપર્કમાં રહેશે.એટલું જ નહીં તમામ કાર્યક્રમના સ્થળે પણ વોલેન્ટયર પાર્કિંગથી લઈ કાર્યક્રમ સુધી હાજર રહેશે.


GANDHINAGAR : અંગ દઝાડતી ગરમીમાં શિક્ષકોના ધરણા | #ગાંધીનગર , #વ્યાયામ , #શિક્ષક , #વિરોધ , #ગરમી