CONGRESS- AAP : ગુજરાતની પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ કોંગ્રેસ પાસે વધુ 2 બેઠકોની કરી માંગ  

0
290
CONGRESS- AAP
CONGRESS- AAP

CONGRESS- AAP : ગુજરાતમાં લોકસભામાં ગઠબંધન થયા બાદ હવે વિધાનસભાની પેટાચૂંટણીમાં પણ AAP અને કૉંગ્રેસ વચ્ચે ગઠબંધન શક્યતા જોવાઇ રહી છે. આ મુદ્દે બંને પક્ષ વચ્ચે બેઠક થઇ ચૂકી છે. જો બધુ બરાબર રહ્યું તો ટૂંક સમયમાં આ અંગે જાહેરાત પણ કરવામાં આવી શકે છે.  

CONGRESS- AAP : AAP પાર્ટીએ વધુ બે બેઠકોની કરી માંગ

CONGRESS- AAP

CONGRESS- AAP :  ગુજરાત વિધાનસભાની 5 ખાલી પડેલી બેઠકોને લઈ ચૂંટણી પંચે પેટા ચૂંટણી માટે તારીખોની જાહેરાત કરી દીધી છે. 5 ખાલી પડેલી બેઠક પર ચૂંટણી 7 મેના રોજ યોજાશે. ત્યારે આ પેટા ચૂંટણીમાં કોંગ્રસ અને આમ આદમી પાર્ટી સંયુક્ત રીતે લડે તેવી પ્રબળ શક્યતા જોવાઇ રહી છે.  બંને પાર્ટી વચ્ચે બેઠક યોજાઇ હતી. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ 5 પૈકી બે બેઠકની આમ આદમી પાર્ટીએ  માગ કરી છે. વાઘોડીયા અને માણાવદર બેઠક ફાળવવા AAPએ  માગણી કરી છે. આગામી બે દિવસમાં ગઠબંધન મુદ્દે  નિર્ણય લેવાઇ શકે છે.

CONGRESS- AAP

CONGRESS- AAP  : આ મામલે બંને પક્ષ વચ્ચે  બેઠક મળી હતી. લોકસભા માટે પણ હજુ વધુ બે બેઠકની AAPએ માંગણી કરી છે.  ઉલ્લેખનિય છે કે 26 પૈકીમાંથી  2 બેઠક ગઠબંધન  અંતર્ગત AAPને ફળવાઇ છે. બાકીની બેઠક  દાહોદ, સુરત, જૂનાગઢ લોકસભા બેઠક પર પરોક્ષ ગઠબંધનની ચર્ચા છે.

CONGRESS- AAP  : ઉલ્લેખનિય છે કે, બિહાર, ગુજરાત, હરિયાણા, મહારાષ્ટ્ર, ઉતરપ્રદેશ, કર્ણાટક, તામિલનાડુ સહિતના રાજ્યોની ખાલી પડેલી 26 બેઠકો પર પેટા ચૂંટણી યોજાશે.  ગુજરાતની ખાલી પડેલી બેઠકો પર પણ પેટા ચૂંટણી યોજાશે. ગુજરાત વિધાનસભાની ખાલી પડેલી પાંચ વિધાનસભા બેઠકો 7 મેના રોજ મતદાન યોજાશે. આ તમામ બેઠકોના પરિણામ  4 જૂનના રોજ જાહેર કરવામાં આવશે. 

CONGRESS- AAP

ગુજરાત વિધાનસભાની 5 ખાલી પડેલી બેઠકોને લઈ ચૂંટણી પંચે તારીખોની જાહેરાત કરી છે.   વિજાપુર, ખંભાત,  વાઘોડિયા,  માણાવદર અને પોરબંદર બેઠક પર પેટા ચૂંટણી યોજાશે.  વિસાવદર બેઠક પણ ખાલી છે પરંતુ આ બેઠકનો પેટા ચૂંટણીમાં કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી.     

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો