Congress 2nd list : કોંગ્રેસે લોકસભા માટે બીજી યાદી કરી જાહેર, ગુજરાતના 7 ઉમેદવારો સહીત 43 ઉમેદવારોની યાદી કરી જાહેર

0
122
Congress 2nd list
Congress 2nd list

Congress 2nd list : કોંગ્રેસે લોકસભા માટે બીજી યાદી કરી જાહેર, ગુજરાતના 7 ઉમેદવારો સહીત 43 ઉમેદવારોની યાદી કરી જાહેર: લોકસભા ચૂંટણી 2024નો જંગ ગુજરાતમાં જામી રહ્યો છે. તાજેતરમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા ગુજરાતની 15 બેઠકોના ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા હતા. ત્યારે કોંગ્રેસે આજે પોતાની ઉમેદવારો બીજી યાદી જાહેર કરી છે. જેમાં 43 ઉમેદવારોને ટિકિટ આપવામાં આવી છે. જેમાંથી ગુજરાતની 7 બેઠકો માટે ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. આજે જાહેર કરવામાં આવેલા 7  ઉમેદવારોના નામમાં ગેનીબેન ઠાકોર, લલિત વસોયા અને અનંત પટેલે, ભરત મકવાણા, સિધાર્થ ચૌધરી,  અનંત પટેલને ટિકિટ આપવામાં આવી છે.

Congress 2nd list

Congress 2nd list : કોંગ્રેસે લોકસભા માટે બીજી યાદી કરી જાહેર, ગુજરાતના 7 ઉમેદવારો સહીત 43 ઉમેદવારોની યાદી કરી જાહેર : ગુજરાતની લોકસભાની 26 બેઠકોમાંથી 7  બેઠકો પર કોંગ્રેસ દ્વારા ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. જેમાં કચ્છમાં રિષીભાઇ લાલન, બનાસકાંઠા બેઠક પર ગેનીબેન ઠાકોર, અમદાવાદ પૂર્વમાં રોહન ગુપ્તા, પોરબંદરથી લલિત વસોયા, અમદાવાદ પશ્ચિમથી ભરત મકવાણા, બારડોલીથી સિધાર્થ ચૌધરી અને વલસાડ બેઠક પરથી અનંત પટેલને ટિકિટ આપવામાં આવી છે.

Congress 2nd list


Congress 2nd list : આ બેઠકોનું ચિત્ર સ્પષ્ટ

Congress 2nd list

Congress 2nd list : તમને જણાવી દઈએ કે ગુજરાતમાં હવે ૩ બેઠકનું ચિત્ર સ્પષ્ટ થઇ ગયું છે જેમાં પોરબંદરમાં મનસુખ માંડવિયા અને લલિત વસોયા વચ્ચે, બનાસકાંઠામાં રેખાબેન ચૌધરી અને ગેનીબેન ઠાકોર વચ્ચે જ્યારે કચ્છમાં વિનોદ ચાવડાની સામે કોંગ્રેસે રિષીભાઈ લાલનને મેદાને ઉતાર્યા છે.

કોંગ્રેસે મંગળવારે લોકસભા ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી. તેમાં 43 ઉમેદવારોના નામ છે. પૂર્વ સીએમ કમલનાથના પુત્ર નકુલ નાથને છિંદવાડાથી અને રાજસ્થાનના પૂર્વ સીએમ અશોક ગેહલોતના પુત્ર વૈભવ ગેહલોતને જાલોરથી ટિકિટ આપવામાં આવી છે.

અગાઉ પાર્ટીની પ્રથમ યાદીમાં 39 નામની જાહેરાત કરવામાં આવી હતી. આ રીતે કોંગ્રેસે અત્યાર સુધીમાં 82 નામોની જાહેરાત કરી છે.6 રાજ્યોમાંથી 43 નામ, જેમાં 13  આસામથી 12, ગુજરાતથી 7, મધ્યપ્રદેશથી 10, રાજસ્થાનથી 10, ઉત્તરાખંડથી 3 અને દમણથી 1 ઉમેદવારનું નામ છે. આ યાદીમાં OBC- 13, SC-10, ST-9 અને એક મુસ્લિમ છે.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો


Discover more from VR LIVE GUJARAT: Gujarat News

Subscribe to get the latest posts to your email.