શક્તિપીઠ બહુચરાજીમાં ચૈત્રી ઉત્સવનુ  સમાપન

0
181

શક્તિપીઠ બહુચરાજીમાં ચૈત્રી સુદ ચૌદશના દિવસથી  ઉત્સવનો પ્રારંભ થયો છે. ચૈત્રી ઉત્સવનાં દિવસે માં બહુચરનો પ્રાગટય દિવસ માનવામાં આવે છે. આ દિવસો દરમિયાન મહોત્સવમાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ મા બહુચરના દર્શન કરશે. માં ના દર્શને આવતા શ્રદ્ધાળુઓ માટે વિશેષ પ્રકારની સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. ભક્તોના દર્શન માટે બહુચરાજી મંદિર 48 કલાક ખુલ્લુ રહેશે. ચૈત્રી સુદ ચૌદશની સવારથી પૂનમના રોજ રાત્રે માતાજીની પાલખીની શાહી સવારી નિજ મંદિર પરત ફરે છે ત્યાં સુધી મંદિર દર્શન માટે ખુલ્લું રાખવામાં આવશે સાથેજ શ્રદ્ધાળુઓને માટે મંડપ સાથે અનેક પ્રકરની સુવિધાથી સજ્જ છે જેના લીધે લાખોની સંખ્યામાં આવતા માં ના ભક્તોને કોઈપણ પ્રકારની સમસ્યા ના થાય તેનું ધ્યાન રાખવામાં આવ્યું છે