આણંદના સામરખા ગામમાં કોમી છમકલું

0
206
આણંદના સામરખા ગામમાં કોમી છમકલું
આણંદના સામરખા ગામમાં કોમી છમકલું

આણંદના સામરખા ગામમાં છમકલું

ભગવો ઝંડો લહેરાવવા બાબતે યુવકને માર માર્યા બાદ તંગદિલી

પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો

આણંદના સામરખા ગામમાં  દેશભક્તિના ગીતો વગાડવા સાથે ભગવો ઝંડો લહેરાવવા બાબતે યુવકને માર માર્યા બાદ તંગદિલી વ્યાપી ગઈ હતી અને કોમી છમકલું થયું હતુ. આણંદ  જિલ્લાના સામરખા  ગામમાં આણંદ  પોલીસનો ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. તિરંગા રેલીમાં ભગવો  લહેરાવવા બદલ યુવકને માર મારવામાં આવ્યો હતો. યુવાનને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં એડમિટ કરવામાં
આવ્યો છે. હાલ સામરખા  ગામમાં શાંતિ  ભર્યો  માહોલ છે.આણંદ  પોલીસ દ્વારા ૧ dysp. 1 પીઆઇ, 2 પીએસઆઈ,20 પોલીસ જવાનોનો બંદોબસ્ત  ગોઠવી  દેવામાં આવ્યો આવ્યો છે અને જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

ઘટનાને પગલે લોકોના ટોળે ટોળા હોસ્પિટલમાં ઉમટી પડ્યા

ગંભીર રીતે ઈજાગ્રસ્ત યુવકને સારવાર માટે આણંદ જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ઘટનાને પગલે લોકોના ટોળે ટોળા હોસ્પિટલમાં ઉમટી પડ્યા હતા. ત્યારે સામરખા ગામમાં હિંદુ યુવાનને મુસ્લિમ યુવાનો દ્વારા માર મારવાનો મુદે હિંદુ નેતા પિંકલ ભાટિયા અને પોલીસ વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ વોર્ડમાં જ પિંકલ ભાટિયાએ હંગામો કર્યો હતો. જે બાદ પોલીસે હિંદુ યુવાનોને હોસ્પિટલ બહાર કાઢ્યા હતા.

આણંદના સામરખા ગામમાં ભગવો ધ્વજ નહીં લહેરાવાનો તેમ કહીને વિધર્મી યુવકોએ હિન્દુ યુવક પર હુમલો કર્યો હતો. આણંદ જિલ્લાના સામરખા ગામની આ ઘટનામાં હુમલો કરનાર યુવકો સામે ફરિયાદ નોંધાઈ છે. ઈજાગ્રસ્ત યુવક કલ્પેશની વાત માનીએ તો, ગત 15 ઓગસ્ટે તિરંગા યાત્રા નીકળી હતી. આ દરમિયાન ડીજેના તાલ પર તિરંગાની સાથે ભગવા ધ્વજ પણ લહેરાયા હતા. જેની અદાવત રાખીને વિધર્મી યુવકોએ ગત મોડી રાત્રે બેટ અને હોકીથી માર માર્યો હતો.

વાંચો પેટલાદ મધ્ય ગુજરાત વીજ કંપનીના બિલિંગ અધિકારીની બેદરકારી