હરિયાણામાં કોમર્શીયલ હુક્કાબાર પર પ્રતિબંધ

1
72
હરિયાણામાં કોમર્શીયલ હુક્કાબાર પર પ્રતિબંધ
હરિયાણામાં કોમર્શીયલ હુક્કાબાર પર પ્રતિબંધ

હરિયાણામાં કોમર્શીયલ હુક્કા બાર પર પ્રતિબંધ મુકવાની જાહેરાત રાજ્યના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટર દ્વારા કરવામાં આવી છે. મળતી માહિતી પ્રમાણે બે અઠવાડિયા પહેલા રાજ્યના સીએમ મનોહરલાલે એક જાહેર સભા દરમિયાન અ બાબતે ચિંતા કરતા કહ્યું હતું કે રાજ્યના યુવાનો ફ્લેવર્ડ હુક્કાના બંધનમાં ફસાતો જાત છે અને પ્રતિબંધની જાહેરાત કરું છું. બે અઠવાડિયા બાદ ગૃહ વિભાગને સુચના મળતા જ રાજ્યના તમામ હુક્કાબાર પર પ્રતિબંધ અંગેની માર્ગ દર્શિકા જાહેર કરવામાં આવી છે. આ જાહેરાત પ્રમાણે રેસ્ટોરાં,ક્લબ,માં હર્બલની આડમાં ફ્લેવર યુક્ત હુક્કાનું ચલણ વધ્યું હતું. અને સ્વાસ્થને હાનીકારક આ ફ્લેવરવાળા હુક્કા પર પોલીસ કમિશનરોને સુચના આપવામાં આવી છેકે રાજ્યમાં જ્યાં પણ આ પ્રકારના હુક્કા બાર ચાલતા હોય ત્યાં તાત્કાલિક પગલા ભરવા આવે . આ ઉપરાંત હુક્કાના પ્રતિબંધ પર ખુલાસો કરવામાં આવ્યો છેકે કોઈ વ્યક્તિના ધુમ્રપાન પર કોઈ પ્રકારનો પ્રતિબંધ નથી. જાહેરનામાં પ્રમાણે કોમર્શીયલ હુક્કાબાર પર પ્રતિબંધ અને રહ્યના તમામ રેસ્ટોરાં, નાઈટ ક્લબ, બાર પર તમાકુ વાળા હુક્કા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

HARIYANA

હોમ સેક્રેટરી ટી.વી.એસ.સોન પ્રસાદના કરાયેલા પત્ર પ્રમાણે હરિયાણાના વિવિધ પ્રદેશોમાં તમાકુ અને હુક્કાનું અને તેમાં પણ ફ્લેવરયુક્ત હુક્કાનું ચલણ અને તેમાંથી નીકળતો ધુમાનો કાર્બન મોનોક્સાઈડ અને અન્ય ઝેરી તત્વો શરીરના અનેક ભાગોને નુકશાન પહોંચાડે છે ખાસ કરીને તેની દીધી અસર ર્હદય પર પડે છે . અને ફેફસાના ગંભીર રોગોમાં વધારો થાય છે. ઘણી જગ્યાએ હુક્કામાં તમાકુની સાથે નશીલા પદારશો ભેળવવામાં આવે છે અને ઔષધિઓના નામે નશીલા પદાર્શોના નશામાં યુવાધન ખેંચાતું જાય છે અને શરીરને નુકશાન પહોંચાડે છે. આ તમામ બાબતો ગૃહ મંત્રાલયના ધ્યાનમાં આવતા જ રાજ્ય સરકારે કડક પગલા ભરીને નિયંત્લારણો લાગુ કરી દીધા છે. અને જણાવવામાં આવ્યું છેકે જ્યાં પણ રાજ્યમાં આ પ્રકારના હુક્કાબાર ધ્યાનમાં આવે ત્યાં કાયદા અનુસાર કાર્યવાહી કરવાની સ્પષ્ઠ સુચન પણ આપવામાં આવ્યું છે.

MAIN 5

આ ઉપરાંત રાજ્ય સરકારે કરેલા એક અન્ય નિર્ણયમાં જોઈએ તો સીએમ મનોહરલાલે દિલ્હીના LGની વાયુ પ્રદુષણ અને પરાળી બાળવાના કિસ્સાઓ ચિંતા કરી હતી અને અપીલ કરી હતી તેને ધ્યાનમાં લઈને રાજ્યમાં શિયાળાની શરૂઆત ધીમે પગલે થઇ રહી છે ત્યારે હવા પ્રદુષણ પર રાજ્ય પ્રદુષણ નિયંત્રણ બોર્ડને સૂચનો આપી છે અને આધુનિક મશીનો દ્વારા પ્રદુષણ નિયંત્રણમાં લાવવાનો આદેશ આપવામાં આવ્યો છે. અને ખુલ્લી જગ્યાએ પરાળ સળગાવવી, તેમજ લાકડાનો ઉપયોગ રેસ્ટોરાંમાં કરવા પર નિયત્રણ લાદવામાં આવ્યું છે.

1 COMMENT

Comments are closed.